શોધખોળ કરો

Gujarat Rain Forecast: 2 ઓગસ્ટે રાજ્યના કયાં જિલ્લામાં પડશે વરસાદ, ક્યાં વિસ્તારમાં ઘટશે જોર?

Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં 2 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. જાણીએ આગામી 2 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન

Gujarat Rain Forecast:ગુજરાતમાં સક્રિય મોસમી સિસ્ટમના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો માહોલ યથાવત્ છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ મોનસૂન સંપૂર્ણ સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર રહેલું ડિપ્રેશન હવે વેલ-માર્ક્ડ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું છે. રાજ્ય પર એકસાથે ચાર મોસમી સિસ્ટમો સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે.

આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ

  • અમદાવાદ
  •  આણંદ
  • બોટાદ
  • ભાવનગર
  • રાજકોટ
  • સુરેન્દ્રનગર 

હવામાન વિભાગે આજે રાજ્યના અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લામાં પણ આજે ઓરેન્જ એલર્ટ યથાવત્ રાખવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આવતીકાલથી વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવે ભારે વરસાદનું સંકટ ટળવાની શક્યતા છે. આ વિસ્તારોમાં મોટાભાગના જિલ્લાઓ માટે એલર્ટ હટાવવામાં આવી શકે છે.સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે મોરબી અને સુરેન્દ્રનગર સહિત કેટલાક વિસ્તારોમાં જ વરસાદનું યલો એલર્ટ રહેશે. રાજ્યના માત્ર આઠ જિલ્લાઓ માટે જ યલો એલર્ટ જાહેર થવાની સંભાવના છે.

દક્ષિણ-પશ્ચિમ દિશાથી 50 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીને પગલે 1 અને 2 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે અપીલ કરી છે.

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા

અમદાવાદ શહેરમાં આજે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. શહેર માટે થન્ડરસ્ટોર્મ વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે. જોકે લાંબા ગાળાના અનુમાન મુજબ ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ નોંધાઈ શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

"પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું"
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Advertisement

વિડિઓઝ

Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ
Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ
"પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું"
Petrol Diesel Price Hike: પેટ્રોલમાં 5 તો ડીઝલમાં 3 રુપિયાનો વધારો,જાણો લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Hike: પેટ્રોલમાં 5 તો ડીઝલમાં 3 રુપિયાનો વધારો,જાણો લેટેસ્ટ રેટ
Video: વૈભવ સૂર્યવંશીની વિકેટ પર સૈમ અયૂબનું 'Baby Celebration', પછી અભિષેકે કરી ધોલાઈ
Video: વૈભવ સૂર્યવંશીની વિકેટ પર સૈમ અયૂબનું 'Baby Celebration', પછી અભિષેકે કરી ધોલાઈ
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
Embed widget