શોધખોળ કરો

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ

અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા મહામેળામાં લાખો માઈભક્તો પહોંચવાની સંભાવનાને પગલે સુરક્ષા, ટ્રાફિક અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 20-26 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
  • પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ, રેડિયમ પટ્ટી સુરક્ષા ગોઠવાઈ છે.
  • 6000 થી વધુ પોલીસ, CCTV, ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાઈ.

અંબાજીના ભાદરવી પૂનમ મહામેળાને લઈને  તંત્ર સજ્જ બન્યું છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા મહામેળામાં અંબાજી તરફ લાખો માઈભક્તો પગપાળા અને વાહનો દ્વારા પહોંચશે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પોલીસ, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

દાંતા-રતનપુર ખાતે શીત કેન્દ્રમાં બનાસ ડેરી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પના શુભ પ્રારંભ પ્રસંગે શંકર ચૌધરીએ માતાજીની આરતી ઉતારી હતી અને ત્યારબાદ રિબન કાપીને કેમ્પ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. માઈભક્તોને આરામની સાથે આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

પગપાળા અંબાજી જતા ભક્તો માટે ગાંધીનગરના બાલવા ખાતે પણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આશ્રય ફાઉન્ડેશન દ્વારા ઉનાવા વાસણીયા મહાદેવથી બાલવા ચોકડી વચ્ચે આ કેમ્પનું આયોજન કરાયું છે. ફાઉન્ડેશનના સ્થાપક ભગીરથસિંહ ચૂડાસમા અને તેમની ટીમ દ્વારા દિવસ-રાત ભક્તોની સેવા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે

ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભાભર પોલીસે પણ અનોખી પહેલ કરી છે. રાત્રિના સમયે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા તેમના કપડાં અને સામાન પર રેડિયમ લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા માત્ર સુરક્ષા નહીં પરંતુ ફેસિલિટેટર તરીકે ભક્તોને મદદ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.

બીજી તરફ મેળાને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હિંમતનગરના મહેતાપુરાથી ખેડબ્રહ્માના ખેરોજ પુલ સુધી વન-વે જાહેર કરવામાં આવ્યો છે. પદયાત્રીઓની સુરક્ષા માટે સ્ટેટ હાઇવેની ડાબી બાજુનો વાહનવ્યવહાર બંધ રાખવામાં આવશે, જ્યારે હિંમતનગરથી જતા માર્ગની જમણી બાજુથી વાહનોને અવરજવર કરવાની મંજૂરી રહેશે. આ જાહેરનામું 19 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની આકસ્મિક સેવાઓના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે બનાસકાંઠા પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પોલીસ કંટ્રોલરૂમનો પ્રારંભ કરી માતાજીની પૂજા અને શ્રીફળ વધેરી પોલીસ દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યા હતા.

મેળા દરમિયાન 6 હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ અને DRDના જવાનો ખડેપગે રહેશે. સમગ્ર મેળા વિસ્તારને આશરે 10 સેક્ટર અને ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 2 SP, 25 DYSP, 17 PI અને 120 PSI સહિતનો પોલીસ કાફલો તૈનાત રહેશે.

મેળા વિસ્તારમાં 600થી વધુ CCTV કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા અને ડુંગરાળ વિસ્તારમાં હોર્સ પેટ્રોલિંગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની મદદ માટે 63 પોલીસ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. કોઈપણ ઈમરજન્સીમાં 112 નંબર પર સંપર્ક કરી શકાશે. પોલીસ દ્વારા શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Frequently Asked Questions

અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો ક્યારે યોજાશે?

અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ મેળામાં લાખો માઈભક્તો પગપાળા અને વાહનો દ્વારા અંબાજી પહોંચશે.

મેળા દરમિયાન ભક્તો માટે કઈ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે?

દાંતા-રતનપુર ખાતે બનાસ ડેરી દ્વારા આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડતો મેડિકલ કેમ્પ આયોજિત કરાયો છે. ગાંધીનગરના બાલવા ખાતે પણ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કાર્યરત છે.

અંબાજી મેળા માટે ટ્રાફિક વ્યવસ્થામાં શું ફેરફાર કરાયા છે?

હિંમતનગરના મહેતાપુરાથી ખેડબ્રહ્માના ખેરોજ પુલ સુધી વન-વે જાહેર કરાયો છે. પદયાત્રીઓની સુરક્ષા માટે સ્ટેટ હાઇવેની ડાબી બાજુનો વાહનવ્યવહાર 19 થી 26 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

અંબાજી મેળા માટે સુરક્ષા વ્યવસ્થા કેવી છે?

મેળામાં 6 હજારથી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે અને વિસ્તાર 10 સેક્ટરમાં વહેંચાયો છે. 600થી વધુ CCTV, બોડી વોર્ન કેમેરા અને હોર્સ પેટ્રોલિંગથી નજર રખાશે. ભક્તો માટે 63 પોલીસ સહાયતા કેન્દ્રો પણ છે.

Advertisement

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget