શોધખોળ કરો

Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી મહોલ જામ્યો છે.

Rain Forecast: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી મહોલ જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.   

જૂલાઈની શરુઆતમાં અતિભારે વરસાદ થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 1.5 કિ.મીની હાઈટના વાદળો ગુજરાત પર સક્રિય થયા છે.  સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા  જણાવ્યું કે,  નાના ડેમ ઓવર ફ્લો થવાની શક્યતા છે.  જૂલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત , મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તારીખ 9 થી 15માં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  વરસાદના યોગ શરૂ રહશે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે. તારીખ 7 જૂલાઈ પછી ખેડૂતભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા અનુરોધ કર્યો છે.  પશુઓની કાળજી રાખવા અનુરોધ કર્યો છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50  ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં  વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં  વરસાદ વરસ્યો છે. આજે સવારથી દ્વારકા પર મેઘરાજા મહેબાન થયા છે. દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં  સવા 2 ઇંચ વરસાદ વરસતાં ખેતરો અને રોડ રસ્તા પર પાણી ભરાયા છે. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનિય છે કે, ગઈકાલે કલ્યાણપુરમાં  3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, આજે 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને લઇને હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ અપાયુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
Embed widget