શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી, જાણી લો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે.  તેમના જણાવ્યા મુજબ  ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે. 

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે.  તેમના જણાવ્યા મુજબ  ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે. 

જૂલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદનું અનુમાન 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 24 જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. 24થી 30 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના મત મુજબ મધ્ય-ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.  જૂલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

અંબાલાલ પટેલે નક્ષત્રો મુજબ આગાહી કરતા કહ્યું કે, 22 જૂને સૂર્ય સવારે આદ્રા નક્ષત્ર પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. 21, 22, 23 જૂને રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. ત્રણ દિવસ  ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે.  

છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં જેતપુર પાવીમાં પાંચ ઈંચ, પેટલાદમાં પોણા ચાર ઈંચ, કપરાડામાં 3 ઈંચ, તારાપુરમાં પોણા 3 ઈંચ, હાલોલમાં પોણા 3 ઈંચ , બોરસદ, ઝઘડિયામાં અઢી-અઢી ઈંચ, આણંદમાં બે ઈંચ વરસાદ, ઉમરગામ, છોટાઉદેપુરમાં 2-2 ઈંચ, ચુડામાં પોણા બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, આંકલાવ, બોડેલીમાં દોઢ-દોઢ ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ, કાલોલ, ઘોઘંબા, ખંબાતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદથી છોટાઉદેપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટ બજાર, વીજ કચેરી કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. વાપી-શામણાજી નેશનલ હાઈવે નંબર 56 બિસ્માર બની ગયો છે. માન નદીના પાણી ફરી વળતા કોઝ વે પર ગાબડા પડી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget