શોધખોળ કરો

અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

Gujarat rain forecast:ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદની વકી, ઓગસ્ટમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે અને ખેડૂતોને થશે અસર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ: ૨૨ જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ.
  • ૨૭-૩૦ જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
  • મધ્ય, ઉત્તર ગુજરાતમાં સારો, સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ વરસાદી ઝાપટાં.
  • મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઓગસ્ટમાં પણ અણધાર્યો.

Gujarat rain forecast: ગુજરાતમાં હાલ વરસાદનો થોડો વિરામ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 20 જુલાઈ સુધી માત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળશે. પરંતુ, 22 જુલાઈથી મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. એટલું જ નહીં, 27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે.

ક્યાં કેવો વરસાદ પડશે?

આગાહી મુજબ, આ બીજા રાઉન્ડમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી સારો વરસાદ વરસી શકે છે. વડોદરા અને આણંદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ કે તેથી વધુ, જ્યારે પંચમહાલમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી લઈને 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડવાની વકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો, ત્યાં પણ મેઘરાજા મહેરબાન રહેશે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગર પંથકમાં વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરશે. 24 થી 26 જુલાઈની વચ્ચે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ હવામાનમાં મોટો પલટો: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

ઓગસ્ટ મહિનાની આગાહી અને સિસ્ટમની અસર

ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, મહિનાની શરૂઆતમાં જ અણધાર્યો વરસાદ આવી શકે છે. 9 ઓગસ્ટથી જો ભારે ઝાપટાં પડવાની શરૂઆત થશે, તો પાછળથી પણ મોટો વરસાદ થવાની શક્યતાઓ છે. આ વરસાદી માહોલ પાછળના કારણો સમજાવતા તેમણે કહ્યું કે, પેસિફિક મહાસાગરમાં MJO (મેડન જુલિયન ઓસિલેશન) ની સ્થિતિ નબળી પડતા હવે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હાલમાં એક સિસ્ટમ બની રહી છે અને 24 જુલાઈ બાદ વધુ એક સિસ્ટમ આકાર લેશે. જોકે, ઓગસ્ટમાં સારો અને સતત વરસાદ થવાને કારણે ખેતીના પાકોને થોડી અસર (હરકત) પહોંચી શકે છે તેવું અનુમાન પણ તેમણે વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

Frequently Asked Questions

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર, 22 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 20 જુલાઈ સુધી માત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે?

27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ રહેશે.

ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે શું આગાહી છે?

અંબાલાલ પટેલ અનુસાર, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ આવી શકે છે. 9 ઓગસ્ટથી ભારે ઝાપટાં શરૂ થવાની શક્યતા છે, જેના કારણે સારો અને સતત વરસાદ થશે.

આગામી વરસાદી માહોલ પાછળનું કારણ શું છે?

પેસિફિક મહાસાગરમાં MJO નબળી પડતા હવે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હાલમાં એક સિસ્ટમ બની રહી છે અને 24 જુલાઈ બાદ વધુ એક સિસ્ટમ આકાર લેશે.

મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા છે?

હા, માત્ર ગુજરાત જ નહીં, પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરશે. 24 થી 26 જુલાઈની વચ્ચે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget