શોધખોળ કરો

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે.
  • ૧૩-૧૫ ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ગુજરાતને અસર કરશે.
  • ૧૭-૧૯ ઓગસ્ટ મઘા નક્ષત્ર સહિત સપ્ટેમ્બરમાં પણ વરસાદ.
  • પાંચ સક્રિય સિસ્ટમ્સ આગામી સાત દિવસ વરસાદ લાવશે.

અમદાવાદ:  ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાં

ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 13થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તેની અસર ગુજરાતના સંલગ્ન વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે અને વરસાદની શક્યતા વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદાના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.

17થી 19 ઓગસ્ટે મઘા નક્ષત્રના વરસાદની શક્યતા

17થી 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળામાં પડનાર વરસાદ કૃષિ પાકો માટે લાભદાયક ગણાઈ શકે છે. આગાહીમાં 23થી 28 ઓગસ્ટ વચ્ચે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને જ્યાં અત્યાર સુધી વરસાદ ઓછો રહ્યો છે તે વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે.  પોરબંદર, દ્વારકા અને જામનગરના જે વિસ્તારોમાં અત્યાર સુધી નહિવત વરસાદ થયો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બરમાં ફરી વરસાદી માહોલ

6થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ત્યારબાદ 12 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના અનેક રાઉન્ડ જોવા મળી શકે છે. જોકે, સ્થાનિક હવામાન પરિસ્થિતિ પ્રમાણે વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બદલાઈ શકે છે. 

રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય

ગુજરાતના હવામાનને અસર કરતી એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે  જણાવાયું છે. જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોનસૂન ટ્રફ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના પ્રભાવને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

Advertisement

ટોપ સ્ટોરી

શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Mehsana: તળાવમાં નાહવા પડેલા 3 યુવાનોના ડૂબવાથી મોત, ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ
Mehsana: તળાવમાં નાહવા પડેલા 3 યુવાનોના ડૂબવાથી મોત, ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ
Advertisement

વિડિઓઝ

Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Embed widget