શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

રાજસ્થાન તરફ જતી વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા; 9 થી 11 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
  • ઉત્તર ગુજરાત, અમદાવાદમાં આજે ભારે વરસાદની શક્યતા; સૌરાષ્ટ્રમાં ઝાપટાં.
  • 9 થી 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્ય.

Ambalal Patel weather forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખશે. ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે, તે ઉત્તર ગુજરાતથી ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી હોવાથી તેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ રહી હોવાને કારણે આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ આજે આખો દિવસ હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે, જેથી ઘરની બહાર નીકળતી વખતે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

અત્યારના વરસાદ બાદ થોડો વિરામ મળશે તેવું વિચારતા લોકો માટે અંબાલાલ પટેલે વધુ એક મહત્ત્વની માહિતી આપી છે. તેમની આગાહી પ્રમાણે, રાજ્યમાં 9 ઓગસ્ટથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવવાની તૈયારીમાં છે. ખાસ કરીને 9 થી 11 ઓગસ્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ફરીથી ધડબડાટી બોલાવશે અને ત્યાં ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં સક્રિય ડીપ ડિપ્રેશન હવે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, મોનસૂન ટ્રફ અને શિયર ઝોન સહિતની ચાર સિસ્ટમ્સ સક્રિય હોવાથી આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે.

આ સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિત ૧૨ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને ૫ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, છતાં ૮ જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૬૪.૭૬ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Frequently Asked Questions

અંબાલાલ પટેલની આગામી 24 કલાકની વરસાદની આગાહી શું છે?

તેમના મતે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને અમદાવાદ-ગાંધીનગરમાં ઝાપટાં પડી શકે છે.

વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થવાની શક્યતા છે?

અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 9 ઓગસ્ટથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવી શકે છે. ખાસ કરીને 9 થી 11 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

હાલમાં સક્રિય વરસાદી સિસ્ટમ કયા વિસ્તારોને અસર કરશે?

આ સિસ્ટમ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, તેથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget