શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈ અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈ મોટી આગાહી કરી છે.  ચોમાસાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી.  અંબાલાલે કહ્યું કે,  આ વર્ષે ગુજરાતમાં 700 એમએમ વરસાદ પડી શકે છે. વરસાદ પડવાની સાથે સાથે અંબાલાલ પટેલે સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે, જ્યારે નવરાત્રિમાં રમવા જતા ખેલૈયાઓ માટે નડતરરૂપ રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસામાં ખૂબ જ સારો વરસાદ વરસી શકે છે.     

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, ગુજરાતમાં સરેરાશ 700 MM વરસાદ પાડવાની શક્યતા છે. ડાંગ, આહવા અને વલસાડનાં ભાગોમાં 1500 MM વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2000 MM વરસાદની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓની મજા બગડી શકે છે. 

અષાઢી બીજ અને પાંચમે વીજળી થઈ તો શ્રીકાર વરસાદ થશે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા છે. પાછોતરા વરસાદના કારણે  પાકને નુકશાન થઈ શકે છે. આ વર્ષનું ચોમાસુ પવનની ગતિથી ભરેલું રહેશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલે સલાહ આપી છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કઈ તારીખે ક્યાં વરસાદ પડશે

8 જૂન : દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ.

9 જૂન : પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

10 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

11 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.              

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget