શોધખોળ કરો

Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનારાધાર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનારાધાર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પ્રથમ સપ્તાહમાં વરસાદના ભારે ઝાપટા વરસશે. જ્યારે 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. 

કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હાલ સૌરાષ્ટ્રમાં ઘણા ભાગોમાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા છતાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. 3  ઓગસ્ટે રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 6થી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે,  18મી ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે. 10 ઓગસ્ટ આસપાસથી અરબ સાગર સક્રિય થઈ જશે.આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ

અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget