Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદને વિરામ લીધો છે. હવે સપ્ટેમ્બર મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં ફરી વરસાદનું અનુમાન છે.

- સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદનું પુનરાગમન, સારા વરસાદની સંભાવના છે.
- અંબાલાલ પટેલ: ૩-૧૦ સપ્ટેમ્બરે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે.
- તેમણે ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૩-૪ ઇંચ વરસાદની શક્યતા દર્શાવી.
- હવામાન વિભાગ: આગામી ૭ દિવસ હળવા વરસાદ, રાજ્યમાં ૭% ઘટ છે.
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદને વિરામ લીધો છે. હવે સપ્ટેમ્બર મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં ફરી વરસાદનું અનુમાન છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉતર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી લઈ 3-4 ઈંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અરબી સમુદ્ર સપ્ટેમ્બર માસમાં સક્રિય થઈ શકે છે. આ કારણે સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. 3થી 10 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમય દરમિયાન સાતમ-આઠમ તહેવાર પણ છે આ સમયે સારો વરસાદ વરસી શકે છે.
7 દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 33 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં વરસાદની 7% ઘટ છે. જેમાં ગુજરાત રીઝનમાં 9% વધુ વરસાદ અને સૌરાષ્ટ્ર 30% વરસાદની ઘટ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર સામાન્ય રહેવાની સંભાવના છે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવા પડશે.
સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસે તો પાક માટે સંજીવની સમાન
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આ વર્ષે વરસાદની ઘટ છે. જો સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસે તો પાક માટે સંજીવની સમાન રહેશે. વરસાદ વાવણી અને પાક માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. . જોકે, ભારે વરસાદની શક્યતા ધરાવતા નીચાણવાળા વિસ્તારો તેમજ મોટા શહેરોના માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. આ કારણે સ્થાનિક પ્રશાસન અને સામાન્ય નાગરિકોને જરૂરી તકેદારી અને સાવચેતીના પગલાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
Before You Go
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું





















