શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

Ambalal Patel weather forecast: 17 અને 18 જુલાઈએ નવી સિસ્ટમ બનશે, જ્યારે 27 જુલાઈ બાદ આખા રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની ભવિષ્યવાણી.

Ambalal Patel weather forecast: રાજ્યના ખેડૂતો અને વિવિધ સંગઠનોની સતત અપીલ બાદ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરવાનું શરૂ કરી દીધું છે. આગાહી કરતા પહેલા તેમણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ખેડૂતોના હિત માટે છે અને જો કોઈનું હિત જોખમાય તો તેઓ જવાબદાર રહેશે નહીં. અંબાલાલ કાકાની આ નવી આગાહી વરસાદની ચાતક નજરે રાહ જોતા ગુજરાતના ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર લઈને આવી છે, જેમાં આગામી દિવસોમાં મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની અને સાર્વત્રિક વરસાદની વાત કહેવામાં આવી છે.

રથયાત્રા અને જુલાઈના મધ્યમાં કેવું રહેશે હવામાન?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 14 અને 15 જુલાઈએ રાજ્યમાં વાદળો ઘેરાશે અને રથયાત્રાના દિવસે હવામાનમાં મોટો પલટો જોવા મળશે. રથયાત્રાના પવિત્ર દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છાંટા પડવાની સંભાવના છે. તેમના પરંપરાગત જ્ઞાન મુજબ, હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પૂર્વ ભારત (આસામ વગેરે) માં છે. નિયમ મુજબ જ્યારે પૂર્વમાં સારો વરસાદ હોય ત્યારે પશ્ચિમમાં (ગુજરાત-સિંધમાં) વરસાદ ઓછો રહે છે. તેથી 20 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર હળવો કે છૂટોછવાયો વરસાદ જ જોવા મળશે.

23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, ક્યાં ખાબકશે વરસાદ?

હવામાનમાં મોટો ફેરફાર 17 અને 18 જુલાઈએ જોવા મળશે, જ્યારે એક નવી સિસ્ટમ બનશે. પરંતુ, સૌથી સારા સમાચાર એ છે કે 23 જુલાઈના રોજ એક અત્યંત મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. મહીસાગર, પંચમહાલ, વડોદરા અને આણંદની સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

દક્ષિણ ગુજરાત અને સાર્વત્રિક વરસાદની એન્ટ્રી

22 જુલાઈ પછી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોર પકડશે. ખાસ કરીને 23 થી 26 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આ સિસ્ટમ ધીમે ધીમે આખા ગુજરાતને તરબોળ કરશે. અંબાલાલ પટેલે ખુશખબર આપતા કહ્યું છે કે 27 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે આખા ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ થવાની પૂરેપૂરી વકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget