શોધખોળ કરો

Rain Alert:  ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી વિશે જાણો 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હજુ પણ વરસાદ ભૂક્કા બોલાવશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હજુ પણ વરસાદ ભૂક્કા બોલાવશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજુ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે.  અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં  31 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું  કે, ઉત્તર ગુજરાતમાં 4 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં પણ સારા વરસાદની આગાહી કરી છે. 

ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.  સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે.આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી

આગામી બે દિવસ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે.  જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

રાજ્ય પર સક્રિય થયેલી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે. આગામી દિવસમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન સાથે ભારે  વરસાદ વરસશે. આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારને આવરી લેશે. 6 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. 

રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ

રાજયમાં વરસાદની આગાહી દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થતાં અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. 

રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યાં છે.  ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યાં છે. હાલ પંચાયત હસ્તકના 160 માર્ગ બંધ છે. તો રાજ્ય સરકાર હસ્તકના ત્રણ અન્ય માર્ગ પણ બંધ છે. સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગ બંધ કરાયા છે.  પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગ બંધ બંધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે આખાય ગુજરાતમાં થશે સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ભાગોમાં આકાશી આફતની શક્યતા
Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે આખાય ગુજરાતમાં થશે સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ભાગોમાં આકાશી આફતની શક્યતા
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ

Embed widget