શોધખોળ કરો

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશનને સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા સ્થાનિક નાગરિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમરેલીના ચિતલને વંદે ભારત સ્ટોપેજ મળતા ખુશી છવાઈ.
  • આધુનિક અને ઝડપી રેલવે મુસાફરીનો સ્થાનિકોને લાભ મળશે.
  • મંત્રીની રજૂઆતને માત્ર પાંચ દિવસમાં કેન્દ્રએ મંજૂરી આપી.
  • વંદે ભારત એક્સપ્રેસનું ચિતલ ખાતેનું સમયપત્રક જાહેર થયું.

અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશનને સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા સ્થાનિક નાગરિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શ્રાવણના પ્રથમ સોમવારે ચિતલ ખાતે વંદે ભારત એક્સપ્રેસનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી ટ્રેનને ચિતલથી પ્રસ્થાન કરાવ્યું હતું.

ચિતલને મળ્યું વંદે ભારતનું સ્ટોપેજ

અમરેલી જિલ્લાના ચિતલ રેલવે સ્ટેશન ખાતે હવે સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ રહેશે. સ્ટોપેજ મળતા અમરેલી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને ઝડપી અને આધુનિક રેલવે મુસાફરીની સુવિધાનો લાભ મળશે.

માત્ર પાંચ દિવસમાં રજૂઆતને મળી મંજૂરી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી–સોમનાથ વંદે ભારત એક્સપ્રેસનો રૂટ બદલીને બોટાદ અને અમરેલી જિલ્લાને લાભ મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં વંદે ભારતનું સ્ટોપેજ કયા સ્થળે આપવામાં આવે તે અંગે ચર્ચા બાદ ચિતલ ખાતે સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ રજૂઆતના માત્ર પાંચ દિવસમાં કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા ચિતલને સ્ટોપેજ આપવામાં આવ્યું.

ચિતલના વિકાસ કાર્યોનો ઉલ્લેખ

રાજ્યમંત્રી વેકરીયાએ જણાવ્યું હતું કે ચિતલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ચિતલમાં સરકારની મંજૂરીથી બે પૂલ તૈયાર કરવામાં આવ્યા છે. ચિતલનો સનેડો ઉદ્યોગ સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. સનેડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રૂ. 75 હજાર સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અમરેલીના શેડુભાર ખાતે નવી GIDCની મંજૂરી સહિતના વિવિધ વિકાસકાર્યો થકી અમરેલી જિલ્લો ‘વિકસિત અમરેલી’ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

વેરાવળ–હરિદ્વાર ટ્રેન માટે પણ રજૂઆત

સાંસદ ભરતભાઈ સુતરિયાએ ચિતલને વંદે ભારતનું સ્ટોપેજ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વેરાવળ–હરિદ્વાર ટ્રેનને વડિયા, ચિતલ અને લાઠી ખાતે સ્ટોપેજ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી–ધારી બ્રોડગેજ રેલવે રૂપાંતરણ માટે પણ કેન્દ્ર સરકાર સમક્ષ સકારાત્મક ચર્ચા થઈ હોવાનું સાંસદે જણાવ્યું હતું.

ચિતલ ખાતે આ રહેશે વંદે ભારતનું સમયપત્રક

સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું ચિતલ રેલવે સ્ટેશન ખાતે બંને દિશામાં આગમનનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

  • વેરાવળ તરફ જવા માટે: સવારે 9:43 કલાકે ચિતલ ખાતે આગમન
  • સાબરમતી તરફ જવા માટે : સાંજે 6:03 કલાકે ચિતલ ખાતે આગમન

ચિતલ ખાતે સ્ટોપેજ મળવાથી અમરેલી તથા આસપાસના વિસ્તારોના લોકોને વંદે ભારત એક્સપ્રેસ મારફતે ઝડપી અને આધુનિક રેલવે મુસાફરીનો લાભ મળશે.

સ્થાનિકોમાં જોવા મળ્યો ઉત્સાહ

ચિતલ રેલવે સ્ટેશનને વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળ્યા બાદ સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા સ્ટોપેજથી અમરેલી જિલ્લાના પ્રવાસન, વેપાર અને રોજિંદી મુસાફરીને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget