શોધખોળ કરો

Amreli Rain: અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ્પ

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના તાલુકાઓ સાવરકુંડલા, રાજુલા, ધારી, ભારે વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાવરકુંડલાના ઓળિયા ગામ નજીક વરસાદને કારણે નેશનલ હાઈવેના તૂટી જતા વાહન વ્યવહાર બંધ
  • ધારીમાં 10 ઇંચ વરસાદ, શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું.
  • રાજુલામાં 12 ઇંચ વરસાદ, ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો.

Amreli Heavy Rain: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના તાલુકાઓ સાવરકુંડલા, રાજુલા, ધારી, ભારે વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પ્રભાવિત થયા હતા.  જિલ્લાનો સૌથી મહત્વનો ગણાતો પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે ગઈકાલથી બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઓળિયા ગામ નજીક ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેના તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણ પણે બંધ કરાયો હતો.

ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે બંધ થયો હતો. 16 કલાકનો સમય પસાર થઈ  જવા છતાં હજુ સુધી હાઈવે શરૂ થયો નથી. 16-16 કલાકનો સમય પસાર થવાછતાં નેશનલ ઓથોરિટીના અધિકારી દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું નથી.

ધારીમાં 10 ઈંચ વરસાદ

ધારી પંથકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા  આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે.  ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોના મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં અને ઈલેક્ટ્રોનિક્સ સામાન સહિતની ઘરવખરી પલળી ગઈ હતી. ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શેત્રુંજી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું. નદી બંને કાંઠે વહેતી થતાં પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ પર ફરી વળ્યા હતા. પુલ પર પાણી ફરી વળતા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર અટકાવી દીધો. નદી-નાળા છલકાઈ જવાના કારણે અને રસ્તાઓ પર નદી જેવા પ્રવાહ વહેતા થવાથી ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થઈ ગયો. રસ્તો બંધ થવાના કારણે વાહનોની કતારો લાગી હતી.

આ પણ વાંચો- Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

રાજુલામાં પણ ભારે વરસાદ વરસતા અનેક નદીઓમાં પૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે અનેક ગામના રસ્તાઓ બંધ થયા છે. અમરેલીના રાજુલા પંથકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે.  ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-1  ઓવરફ્લો થયો છે.  અવિરત વરસાદને પગલે ધાતરવડી ડેમ -1  ઓવરફ્લો થયો હતો. ધાતરવડી ડેમ-1 પીવાનુ પાણી અને 13 ગામના ખેડૂતોને સિંચાઈ માટેનો લાભ આપતો ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget