અમૂલે છાશના ભાવમાં વધારો કર્યો નથી, પરંતુ તેના પેકેટમાં મળતી માત્રામાં ઘટાડો કર્યો છે. ગ્રાહકને ભાવ યથાવત રાખીને 10 થી 30 ML ઓછી છાશ મળશે.
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલે છાશના ભાવ તો ના વધાર્યા પરંતુ ચૂપચાપ રીતે માત્રામાં ઘટાડો કરી ગ્રાહકોના ખિસ્સા પર રીતસરની કાતર ફેરવી દીધી.

- અમૂલે છાશના પેકેટમાં ભાવ વધાર્યા વિના માત્રા ઘટાડી છે.
- ₹20ના પાઉચમાં 30ML, ₹10ના પાઉચમાં 20ML છાશ ઘટાડી.
- દૂધ બાદ દહીં, લસ્સીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.
- 1 કિલો દહીં ₹85 થયું, લસ્સીનો ભાવ ₹17 થયો છે.
Amul Buttermilk: ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ હવે ગ્રાહકોને ડામ ઉપર ડામ આપવાનું શરૂ કર્યું છે. પહેલા દૂધના ભાવમાં વધારો બાદમાં દહીં અને લસ્સીના ભાવમાં વધારો ઝીંકી દીધો. જ્યારે હવે ચૂપચાપ છાશમાં પણ ઝટકો આપ્યો છે. અમૂલે છાશના ભાવ તો ના વધાર્યા પરંતુ ચૂપચાપ રીતે માત્રામાં ઘટાડો કરી ગ્રાહકોના ખિસ્સા પર રીતસરની કાતર ફેરવી દીધી.
અમૂલે છાશના ભાવ યથાવત રાખ્યા પરંતુ માત્રામાં ચૂપચાપ 10થી 30 ML સુધીનો ઘટાડો કરી નાંખ્યો. રૂપિયા 20ના ભાવે મળતી છાશ ગ્રાહકને 20માં જ મળશે પરંતુ 650 MLના બદલે 620 ML જ મળશે. હવે ગ્રાહકને 10 રૂપિયાના છાશના પેકેટમાં ગ્રાહકને હવે 300 MLના સ્થાને 280 ML જ છાશ મળશે. આમ અમૂલે પેકમાંથી માત્રાનો ઘટાડો કરી ગ્રાહકોની જાણ બહાર કાતર મારી દીધી છે.
અમૂલે છાશના વિવિધ પાઉચના જથ્થામાં કર્યો ઘટાડો
અમૂલ દ્વારા છાશના વિવિધ પેકેટની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી ગ્રાહકને છાશ પહેલાના ભાવે જ મળશે પરંતુ માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 20 રૂપિયાના છાશના પાઉચમાં અગાઉ 650 ML છાશ મળતી હતી, જેમાં હવે 30 MLનો ઘટાડો કરતા હવે 620 ML છાશ મળશે. આ ઉપરાંત 10 રૂપિયાની છાશના પાઉચમાં અગાઉ 300 ML છાશ મળતી હતી, જેમાં હવે 20 ML ઘટાડો કરાતા 280 ML છાશ મળશે. આ રીતે 10 અને 20 રૂપિયાના છાશના પાઉચની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે પણ ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.
અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
અમૂલ દ્વારા દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં વધારો ઝીંકાયો છે, આ ભાવમાં પ્રતિ કિલો તથા પેકેટ દીઠ વધારો કરવામાં આવ્યો છે. GCMMF દ્વારા ઉત્પાદન ખર્ચ વધવાના કારણે રાજ્યભરમાં આ નવા ભાવો તાજેતરમાં અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોના રસોડાનું માસિક બજેટ વધુ પ્રભાવિત થયું છે.
અમૂલ મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે 1 કિલોગ્રામ અમૂલ મસ્તી દહીંનો નવો ભાવ 85 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, 380 ગ્રામના પેકેટમાં મળતું અમૂલ મસ્તી દહીં હવે 37 રૂપિયામાં ઉપલબ્ધ થશે. બીજી તરફ, ઘર વપરાશ કે નાના વેપારીઓ માટે ઉપયોગમાં લેવાતી અમૂલ મસ્તી દહીં બકેટ (1 કિલો)ના ભાવમાં પણ 5 રૂપિયાનો વધારો થયો છે, જેથી હવે આ બકેટ 120 રૂપિયામાં મળશે. માત્ર દહીં જ નહીં, પરંતુ પીણાંમાં લોકપ્રિય એવી અમૂલ પ્રો. બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે તેની નવી કિંમત 17 રૂપિયા થઈ ગઈ છે.
Before You Go
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Frequently Asked Questions
અમૂલે છાશના ભાવમાં વધારો કર્યો છે કે નહીં?
20 રૂપિયાના અમૂલ છાશના પેકેટમાં હવે કેટલી માત્રા મળશે?
20 રૂપિયાના અમૂલ છાશના પેકેટમાં હવે 650 ML ને બદલે 620 ML છાશ મળશે. જ્યારે 10 રૂપિયાના પેકેટમાં 300 ML ને બદલે 280 ML છાશ મળશે.
અમૂલ દહીં અને લસ્સીના ભાવમાં કેટલો વધારો થયો છે?
અમૂલ મસ્તી દહીંના 1 કિલો પેકેટમાં 5 રૂપિયાનો વધારો થતા નવો ભાવ 85 રૂપિયા થયો છે. અમૂલ પ્રોબાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો થયો છે.
અમૂલે દહીં અને લસ્સીના ભાવ કેમ વધાર્યા છે?
GCMMF દ્વારા ઉત્પાદન ખર્ચ વધવાના કારણે અમૂલે દહીં અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવવધારો રાજ્યભરમાં તાજેતરમાં અમલમાં મુકવામાં આવ્યો છે.





















