આણંદ કૃષિ યુનિવર્સિટી સંશોધનમાં ગુજરાતમાં હીટવેવની સ્થિતિ અંગે ચોંકાવનારા તારણો
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. હીટવેવની સ્થિતિને લઈ આ સંશોધન કરાયું છે.

અમદાવાદ: ગરમીમાં દિવસે દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થવા લાગ્યા છે. હાલ તો ગરમીથી થોડી રાહત મળી રહી છે ત્યારે આ વધી રહેલી ગરમી પર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. હીટવેવની સ્થિતિને લઈ આ સંશોધન કરાયું છે.
યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની સ્થિતિનું વિશ્લેષણ કરાયું છે. જે મુજબ હીટવેવના દિવસો ભવિષ્યમાં સતત વધારો થશે. યુનિવર્સિટી દ્વારા સંશોધનમાં 1961-1990 ના ગાળાને આધારભૂત સમયગાળો માનવામાં આવ્યો છે.1991-2022 ના સમયગાળાનું વિશ્લેષણ હાલના સમયગાળા તરીકે કરાયું છે. સંશોધનના તારણો મુજબ હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની સ્થિતિમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.1991-2022 ના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રતિવર્ષ 19 થી 26 જેટલા હીટવેવ દિવસો નોંધાયા છે.જ્યારે મધ્ય ગુજરાતમાં પણ પ્રતિ વર્ષ 19 થી 26 જેટલા હીટવેવ દિવસો નોંધાયા છે.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધ્યા છે.જે વલણ જોવા મળ્યું છે તે મુજબ વર્ષમાં હીટવેવના દિવસો આગામી સમયમાં સતત વધશે.
હીટવેવથી બચવા શું કરવું
પુષ્કળ પાણી પીવો: શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન નિયમિત અંતરે પાણી પીતા રહો. તરસ ન લાગે તો પણ પાણી પીવો.
હળવા રંગના અને ઢીલા કપડાં પહેરો: આ કપડાં તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરશે.
સીધો તડકો ટાળો: ખાસ કરીને બપોરના સમયે (સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી) તડકામાં જવાનું ટાળો. જો જવું પડે તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.
ઠંડી જગ્યાએ રહો: ઘરમાં અથવા એસીવાળી જગ્યાએ રહેવાનો પ્રયત્ન કરો. જો ઘરમાં ઠંડક ન હોય તો નજીકના જાહેર સ્થળો જેવા કે શોપિંગ મોલ અથવા લાઇબ્રેરીમાં થોડો સમય વિતાવો.
શારીરિક પ્રવૃત્તિ ટાળો: ભારે કસરત અથવા મહેનતવાળા કામ બપોરના સમયે ન કરો. જો કરવા જરૂરી હોય તો સવારના વહેલા અથવા સાંજના મોડેથી કરો.
વારંવાર ઠંડા પાણીથી નહાવો અથવા શરીર લૂંછો: આ તમારા શરીરનું તાપમાન નીચું લાવવામાં મદદ કરશે.
સનસ્ક્રીનનો ઉપયોગ કરો: તડકામાં બહાર નીકળતા પહેલાં તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવો.
દારૂ અને કેફીનયુક્ત પીણાં ટાળો: આ પીણાં તમારા શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે.
તમારા ઘરને ઠંડુ રાખો: બારીઓ અને દરવાજા બંધ રાખો અને પડદા લગાવો જેથી ગરમી અંદર ન આવે. રાત્રે જ્યારે હવામાન ઠંડુ હોય ત્યારે બારીઓ ખોલો.
તમારા આસપાસના લોકોનું ધ્યાન રાખો: ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોનું ધ્યાન રાખો અને તેમને મદદની જરૂર હોય તો પૂરી પાડો.
વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને ક્યારેય એકલા ન છોડો: બંધ વાહનમાં તાપમાન ખૂબ જ ઝડપથી વધી શકે છે જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
હવામાનની આગાહી પર ધ્યાન આપો: હીટવેવની ચેતવણી મળતા જ સાવચેતીના પગલાં લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
