શોધખોળ કરો

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

ખંભાત તાલુકા ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય ચૌહાણ અને તેના બે મિત્રો સામે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરી અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ. પોલીસે ત્રણેય આરોપીઓની કરી અટકાયત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ખંભાતના ભાજપ નેતા વિજયે સોશિયલ મીડિયાથી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી.
  • તેણે અશ્લીલ ફોટા-વિડીયો બતાવી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું.
  • બાદમાં બે મિત્રો સાથે ગેસ્ટહાઉસમાં બળજબરીથી સામૂહિક દુષ્કર્મ આચર્યું.
  • પોલીસે પીડિતાની ફરિયાદ બાદ ત્રણેય આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી.

Khambhat Crime News: આણંદ જિલ્લાના ખંભાતમાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવતો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખંભાત તાલુકા ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય અને સ્થાનિક નેતા વિજય ચૌહાણ તેમજ તેના મિત્રો સામે એક પરિણીતાએ સામૂહિક દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે.

સોશિયલ મીડિયાથી શરૂ થઈ જાળ

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ભાજપ નેતા વિજય ચૌહાણ જૂન 2024માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે આ પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ વિજયે મીઠી વાતો કરીને મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તકનો લાભ ઉઠાવીને તેણે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા, આ નરાધમે પોતાના મોબાઈલમાં મહિલાના અશ્લીલ ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા.

બ્લેકમેલિંગ અને સામૂહિક દુષ્કર્મનો સિલસિલો

ત્યારબાદ વિજય ચૌહાણે આ અશ્લીલ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને પરિણીતાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. બદનામીના ડરથી પીડિતા લાચાર બની ગઈ, જેનો ફાયદો ઉઠાવીને વિજયે વારંવાર તેને પોતાની હવસનો શિકાર બનાવી અને તેના પર દુષ્કર્મ ગુજારતો રહ્યો.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે થોડા સમય બાદ વિજયે પોતાની આ ગંદી હરકતમાં તેના બે મિત્રો કિરણ જાદવ અને પ્રદીપને પણ સામેલ કર્યા. આ ત્રણેય આરોપીઓ પરિણીતાને બળજબરીથી એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા અને ત્યાં ત્રણેયે મળીને મહિલા પર સામુહિક દુષ્કર્મ આચર્યું. આ ઉપરાંત, કોઈને ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

કંટાળીને પરિણીતાએ નોંધાવી ફરિયાદ

છેલ્લા ઘણા સમયથી સતત શારીરિક અને માનસિક ત્રાસ સહન કરી રહેલી પરિણીતા આખરે હિંમત ભેગી કરીને આગળ આવી. તેણે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચીને ભાજપ નેતા વિજય ચૌહાણ, કિરણ જાદવ અને પ્રદીપ વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી.

પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધમકી આપવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તાત્કાલિક એક્શન લીધા હતા. ખંભાત પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે અને હાલમાં આ કેસની વધુ અને ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

Frequently Asked Questions

ખંભાતમાં કયો ગંભીર ગુનો પ્રકાશમાં આવ્યો છે?

ખંભાતમાં ભાજપ યુવા મોરચાના સભ્ય વિજય ચૌહાણ અને તેના મિત્રો સામે એક પરિણીતાએ સામૂહિક દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.

આરોપીઓ પીડિતાના સંપર્કમાં કેવી રીતે આવ્યા?

જૂન 2024માં ભાજપ નેતા વિજય ચૌહાણ સોશિયલ મીડિયા દ્વારા પીડિત પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. તેણે મીઠી વાતો કરીને મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે?

ખંભાત પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે.

મુખ્ય આરોપી વિજય ચૌહાણનું રાજકીય પદ શું છે?

મુખ્ય આરોપી વિજય ચૌહાણ ખંભાત તાલુકા ભાજપ યુવા મોરચાનો કારોબારી સભ્ય અને સ્થાનિક નેતા છે. આ કેસના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Advertisement

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget