શોધખોળ કરો
Advertisement
મુંબઈથી સતત આવી રહેલા લોકો આ જિલ્લા માટે ખતરા સમાન, 90 વર્ષના વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નવસારીઃ લોકડાઉન 4માં લોકોને છૂટછાટ આપવામાં આવતા હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જ્યાં કોરોનાના કેસ ઓછા હતા ત્યાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં પણ મુંબઈથી આવેલ એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ મુંબઈથી આવેલ એક 90 વર્ષના વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સતત મુંબઈથી આવી રહેલા લોકો નવસારી જિલ્લા માટે ખતરા સમાન સાબિત થઈ રહ્યા છે. આ સાથે જ જિલ્લામાં કુલ 16 કેસ કોરોનાના થઈ ગયા છે. નવસારી જિલ્લામાં હાલમાં કુલ 8 કોરોનાના એક્ટિવ કેસ છે અને 8 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લા માટે સારા સમાચાર એ છે કે જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોનાને કારણે મોત થયું નથી.
નવસારી જિલ્લામાં કુલ કોરોનાના 2410 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 5140 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
24મેના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 21નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 28 અને સુરતમાં 1 મોત થયું છે.
અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 67 દર્દી વેન્ટિલેટર પર છે અને 6726 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6412 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 182869 ટેસ્ટ થયા જેમાંથી 14063 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement