શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ વર્ષે વસંત પંચમીએ લગ્નનું એક પણ મુહૂર્ત નહીં હોવાથી મૂરતિયાઓમાં ચિંતા, જાણો શું છે કારણ ?
વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવાથી જીવનમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ દિવસે ગુરુ શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી લગન મુરત નથી.
અમદાવાદઃ આ વર્ષે વસંત પંચમીએ લગ્નનું એક પણ મુહૂર્ત ન હોવાનું જ્યોતિષાચાર્યો જમાવી રહ્યા છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યાનુસાર 19 વર્ષ પછી વસંતપંચમીએ એક પણ મુહૂર્ત નથી. 18 જાન્યુઆરીએ વર્ષનું પ્રથમ શુભ મુહૂર્ત હતું હરંતુ હવે એક પણ શુભ મુહૂર્ત નથી. આમ 19 વર્ષ પછી વસંતપંચમીએ આવો સંયોગ જોવા મળશે.
આ વર્ષે વસંત પંચમી 16મી ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. પંચાગ અનુસાર 16 ફેબ્રુઆરીએ સવારે 3.36 મિનિટે પંચમીની તિથિ શરૂ થશે અને તેનું સમાપન 17 ફેબ્રુઆરીએ સવારે 5.46 મિનિટે થશે. મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ સાથે ધનુરમાસ પૂર્ણ થઇ જાય અને માંગલિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે. ત્યારબાદ 18 જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહૂર્ત હતું. 19 જાન્યુઆરીથી ગુરુ ગ્રહનો થઇ ગયો છે અને 16 ફેબ્રુઆરી સુધીનો જ રહેશે. આ પરિભ્રમણને અશુભ માનવામાં માનવામાં આવે છે
વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવાથી જીવનમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ દિવસે ગુરુ શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી લગન મુહૂર્ત નથી. વસંતપંચમીએ એવું કહેવાય છે કે લગ્ન કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી તેમ કહેવાય છે.
16 ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ પણ અસ્ત થઇ જશે, જે 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ બંને ગ્રહો અસ્ત થઈ જવાથી કોઈ લગ્ન મુહૂર્ત રહેશે નહીં એટલે વર્ષનું લગ્ન મુહુર્ત 22 એપ્રિલ ગણાશે. બે ગ્રહ થતા હોવાથી વસંત પંચમીના વણજોયું મુહૂર્ત લગ્ન થઈ શકશે નહીં. 19 વર્ષ પછી આવો સંયોગ રચાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion