Banaskantha: જુનાડીસામાં નાઈટ સફારી પ્રૉજેક્ટ માટે દબાણો હટશે, સરકારે 140 પરિવારોને ફાળવ્યા નવા પ્લોટ
Banaskantha, Junadisa Night Safari Project: નાઈટ સફારી પ્રોજેક્ટના વિકાસ અને વિસ્તાર માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

- બનાસકાંઠા નાઈટ સફારી પ્રોજેક્ટના માર્ગના ૨૧૨ દબાણો હટાવાયા.
- દબાણથી અસરગ્રસ્ત ૧૪૦ પરિવારોને મફત પ્લોટ ફાળવવાની મંજૂરી અપાઈ.
- તેમના માટે એક હેક્ટર જમીન પર નવું ગામતળ બનાવાશે.
Banaskantha, Junadisa Night Safari Project: રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના જુનાડીસા વિસ્તારમાં નાઈટ સફારી પ્રોજેક્ટના માર્ગમાં નડતરરૂપ બનેલા 212 દબાણો હટાવીને, ત્યાં અસરગ્રસ્ત થયેલા 140 પરિવારોને તાજેતરમાં 1 હેક્ટર જમીન પર નવું ગામતળ બનાવીને મફત પ્લોટ ફાળવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
નાઈટ સફારી પ્રોજેક્ટના વિકાસ અને વિસ્તાર માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે વિસ્તારમાં કુલ 212 ગેરકાયદે દબાણોની ઓળખ કરવામાં આવી હતી. આ દબાણો હટાવવાથી બેઘર કે પ્રભાવિત થનારા પરિવારોને યોગ્ય આશ્રય મળી રહે તે માટે સરકારે તાત્કાલિક ધોરણે આયોજન કર્યું હતું. કુલ 178 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી અત્યાર સુધીમાં ચકાસણી અંતર્ગત 140 પરિવારોની અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે, જ્યારે બાકી રહેલી 38 અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ તમામ પરિવારોને સુરક્ષિત અને કાયમી આશ્રયસ્થાન પૂરું પાડવા માટે એક હેક્ટર જેટલી જમીન ફાળવીને નવું ગામતળ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સરકારના આ માનવતાવાદી અને વ્યુહાત્મક નિર્ણયથી વિકાસ પ્રોજેક્ટ્સને વેગ મળશે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાના કાયમી ઘરનું સ્વપ્ન સાકાર થવાની સાથે નવું સુરક્ષિત જીવનસ્તર પ્રાપ્ત થશે.
Before You Go
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન






















