(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: પુત્રની ક્યા કારણે ચિંતા થતી હોવાથી પિતાએ ઝેર આપીને મારવાનો કર્યો પ્રયાસ, પુત્ર બચી ગયો પણ........
બગદાણામાં માનસિક બીમાર યુવાન પુત્રને ઝેર આપી પિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પિતા વિનુભાઈ પંડ્યાએ માનસિક બીમારી ધરાવતા પુત્ર દેવાંગ વિનુભાઈ પંડ્યાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ભાવનગરઃ મહુવા તાલુકાના બગદાણામાં માનસિક બીમાર યુવાન પુત્રને ઝેર આપી પિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પુત્ર માનસિક બિમાર હોઈ પિતાએ પુત્રને ઝેર આપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતા અને પુત્ર બન્નેએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પુત્રનો બચાવ તો પિતાનું મોત નીપજ્યું છે.
બગદાણા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પિતાના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. પિતા વિનુભાઈ પંડયા નામના વ્યક્તિએ આપઘાત કર્યો. તેમની સાથે માનસિક બીમારી ધરાવતા દેવાંગ વિનુભાઈ પંડયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતા વિનુભાઈ પંડ્યાએ માનસિક બીમારી ધરાવતા પુત્ર દેવાંગ વિનુભાઈ પંડ્યાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુત્રની માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે.
વડોદરાઃ પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી. જેમાં યુવકનું મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પારીવારજનોએ યુવકનું ઘરેથી અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે.
માર મારતા યુવક જયેશ રાવળનું મોત નિપજ્યું છે. પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ઇડરઃ સાબરકાંઠામાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઇડરના મોટા કોટડા નજીક જંગલમાં અજાણી યુવતીની લાશ મળી આવી છે. સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી છે. ગત મોડી સાંજે અસ્તવ્યસ્ત અને સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
જાદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સળગેલી હાલતમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે ઇડર સિવિલમાં ખસેડવામાં આવી. હત્યા કે આત્મહત્યાએ દિશામાં જાદર પોલીસે તપાસ હાથ ધરી છે.