શોધખોળ કરો
કચ્છમાં ભાજપના કયા દિગ્ગજ મહિલા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? ગઈ કાલે જ આપી હતી બે કાર્યક્રમોમાં હાજરી
લતાબેન સોલંકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજરોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ મારાં સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની કાળજી રાખવી.

તસવીરઃ ભૂજમાં વોર્ડ નં-૫માં રસ્તાના કામનું ખાતમૂહુર્તમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી.
ભુજઃ કચ્છમાં ભાજપના દિગ્ગજ મહિલા નેતા અને ભુજના નગર પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીને કોરોના થયો છે. સુધરાઈ પ્રમુખને કોરોના થતા અનેક લોકો ભયમાં મુકાયા છે. ગઈ કાલે જ બે કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ફેસબુકના માધ્યમથી ખુદ પ્રમુખે લોકોને જાણકારી આપી છે. લતાબેન સોલંકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજરોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ મારાં સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની કાળજી રાખવી.
આજરોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોતા જેઓ મારાં સંપર્ક માં આવ્યા હોય તેમણે પોતાની કાળજી રાખવી.... 🙏 Posted by Lataben Solanki on Monday, 7 December 2020
વધુ વાંચો





















