શોધખોળ કરો

Biparjoy cyclone: માંગરોળના દરિયાકાંઠે જોવા મળ્યો જોરદાર કરંટ, ભારે પવન સાથે વરસાદ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જે  અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા.

જૂનાગઢ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જે  અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માંગરોળના શેરીયાજ બંદરમાં વહેલી સવારથી મોજા ઉછાળતા જોવા મળ્યા હતા.  તંત્ર દ્વારા અહીંથી કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

Biparjoy cyclone: માંગરોળના દરિયાકાંઠે જોવા મળ્યો જોરદાર કરંટ, ભારે પવન સાથે વરસાદ

માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ

બીજી તરફ જૂનાગઢ જિલ્લાની જવાબદારી સંભાળનાર મંત્રી જગદીશભાઈ પંચાલ માંગરોળ પહોંચ્યા હતા. અહીં માછીમારો અને અધિકારીઓ સાથે તેઓએ બેઠક યોજી હતી. વાવાઝોડાની અસર અંગે પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં દરિયા કિનારે રહેતા લોકોના સ્થળાંતર, ફાયર, આરોગ્ય, લાઈટ અને પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. 24  સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી. બપોર બાદ માંગરોળ અને આસપાસના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ શરુ થયો હતો.

વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે. 

અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. 

ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ

ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ત્રણ જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ અસર

ત્રણ જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ અસર જોવા મળશે. જામનગર અને મોરબી જિલ્લામાં પણ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. કંડલા પોર્ટ, ઓખા અને નવલખીમાં તેની અસર થશે.  બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના ખતરાને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

ટોપ સ્ટોરી

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Embed widget