શોધખોળ કરો

ભાજપના જ ધારાસભ્યએ ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની કરી માગ, કહ્યું- ગામડાની સ્થિતિ ખરાબ થઈ....

ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા હતા. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

સરકાર સંપૂર્ણ લૉકડાઉન કરે તેવી માગ ભાજપના જ ધારાસભ્ય જેઠા ભરવાડે કરી છે. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડનું કહેવું છે કે ગ્રામ્ય  વિસ્તારની પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું જ છે પણ રાજ્ય સરકારે કડકપણે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી અમલ કરાવવાની જરૂર છે. સાથે જેઠા ભરવાડે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાને લીધે સ્થિતિ સારી ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ધારાસભ્ય જેઠા ભરવાડે આ નિવેદન કાંકણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવ્યા ત્યારે આપ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્વયં શિસ્ત અનુસરે તેવી પણ અપીલ કરી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા હતા. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે.

રાજ્યમાં ગઈકાલે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 18,  સુરત કોર્પોરેશન-7,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4,  રાજકોટ 7, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6,  જામનગર કોર્પોરેશમાં 8, સુરત 5, જૂનાગઢ 6, ભરુચ 2, પંચમહાલ 2, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 5,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-3,  આણંદ-1,  દાહોદ -1, કચ્છ 4, ખેડા 1, ગાંધીનગર  0, ભાવનગર 0, બનાસકાંઠા 2, પાટણ 1, અમરેલી 1, મહીસાગર 2, ગાંધીનગર કોર્પોરેશન 1, નવસારી-0, સાબરકાંઠા 3, અરવલ્લી 2, વલસાડ 0,  દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, નર્મદા 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 1, તાપી 1, મોરબી 0, પોરબંદર 0, ડાંગ 0 અને બોટાદમાં 0 મોત સાથે કુલ 121 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2883,  સુરત કોર્પોરેશન-839,  વડોદરા કોર્પોરેશન 790,  મહેસાણામાં 483,  રાજકોટ 395, વડોદરા 371, રાજકોટ કોર્પોરેશન 351,  જામનગર કોર્પોરેશમાં 348, સુરત 274, જૂનાગઢ 257, ભરુચ 248, પંચમહાલ 246, જામનગર 238, જૂનાગઢ કોર્પોરેશન 227,   ભાવનગર કોર્પોરેશમાં 224, ગીર સોમનાથમાં-211,  આણંદ-189,  દાહોદ -184, કચ્છ 179, ખેડા 161, ગાંધીનગર  158, ભાવનગર 151, બનાસકાંઠા 143, પાટણ 142, અમરેલી 141, મહીસાગર 140, ગાંધીનગર કોર્પોરેશન 112, નવસારી-110, સાબરકાંઠા 108, અરવલ્લી 106, વલસાડ 98,  દેવભૂમિ દ્વારકા-94, છોટા ઉદેપુર 84, નર્મદા 84, સુરેન્દ્રનગર 74, અમદાવાદ 72, તાપી 54, મોરબી 44, પોરબંદર 37, ડાંગ 20 અને બોટાદમાં 14 કેસ સાથે કુલ  11084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget