શોધખોળ કરો

Jignesh Mevani: ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં મોટું ગાબડું, આ બેઠકો પર ભાજપે પહેલીવાર જીત નોંધાવી

Gujarat Local Body Election 2026 Results:  કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. વડગામ વિધાનસભા વિસ્તારમાં આવતી બેઠકો પર ભાજપે પહેલીવાર જીત નોંધાવી છે.

Gujarat Local Body Election 2026 Results: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. મતદારોએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. વડગામ વિધાનસભા વિસ્તારમાં આવતી બેઠકો પર ભાજપે પહેલીવાર જીત નોંધાવી છે. છાપી અને જલોદરા જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે. લઘુમતી સમાજના મતદાતાઓ મિજાજ આ વખતે ભાજપ તરફી જોવા મળ્યો છે.

અમદાવાદ મનપામાં આ વિસ્તારોમાં ભાજપની પેનલ જીતી 

અમદાવાદ મનપામાં જોધપુર, વેજલપુર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ, નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણિનગર, સાબરમતીમાં ભાજપની પેનલની જીત થઈ છે. 

આ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન 

કેશોદ, તાલાલા, વિસનગર, ગોંડલ, ઈડર,સિદ્ધપુર, હિંમતનગર બાબરા નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્વિત થઈ ગયું છે. તો દ્વારકાની રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનો કબજો થયો હતો. 

 રાજુ કરપડાની જીત

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત થઈ છે.  સુરેંદ્રનગરની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની જીત થઈ છે.  મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત થઈ છે. 

આ પણ વાંચોઃ Porbandar Results: પોરબંદરમાં ભાજપની 'સુનામી': નવનિર્મિત મનપા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો

ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગણદેવી નગરપાલિકાની તમામ 24 બેઠકો પર કમળ ખીલ્યું છે અને ભાજપે ક્લિનસ્વીપ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ભાજપનો દબદબો એટલો મજબૂત હતો કે કુલ 24 બેઠકોમાંથી 22 ઉમેદવારો તો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

15 મનપાની 43 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા

15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો પહેલા જ બિનહરીફ જાહેર થઈ ગયા છે. જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ થયા છે.

52 માંથી 52 બેઠકો પર ભગવો

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોમાં પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે 'કેસરીયા' રંગે રંગાયો છે. નવનિર્મિત પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. ખાસ કરીને પોરબંદર મનપામાં કોંગ્રેસ અને અન્ય પક્ષોનો શરમજનક પરાજય થયો છે. નવી બનેલી પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. કુલ 52 બેઠકોમાંથી તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસ અહીં એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહી છે, જેને વિશ્લેષકો કોંગ્રેસનો સંપૂર્ણ 'વ્હાઈટવોશ' ગણાવી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget