શોધખોળ કરો

બોટાદમાં કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, જિલ્લા પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.એમ. પટેલ જોડાયા ભાજપમાં

કોંગ્રેસ દ્વારા થતી સતત અવગણના અને પાર્ટીને નુકશાન કરનારા લોકોને પાર્ટીમાં મળતા માનપાનથી નારાજ થઈ તેમણે આ પગલું લીધું હતું.

બોટાદઃ બોટાદમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.એમ. પટેલે પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. તેમની સાથે અન્ય  ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા થતી સતત અવગણના અને પાર્ટીને નુકશાન કરનારા લોકોને પાર્ટીમાં મળતા માનપાનથી નારાજ થઈ તેમણે આ પગલું લીધું હતું. બોટાદમાં કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, જિલ્લા પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.એમ. પટેલ જોડાયા ભાજપમાં રાજીનામું આપ્યાની ગણતરીની મિનિટોમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ગઢડા જિલ્લા ભાજપની બેઠકમાં કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયાએ ખેસ પહેરાવી તેમનો વિધિવત પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. થોડા દિવસો પહેલા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન સહિત 5 લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. બોટાદમાં કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, જિલ્લા પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.એમ. પટેલ જોડાયા ભાજપમાં ડી.એમ.પટેલ ગત વિધાનસભા ચૂંટણીમાં બોટાદથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા. ડી.એમ. પટેલે અમિત ચાવડાને પત્ર લખી જણાવ્યું, હું ધીરજલાલ માવજીભાઈ કળથીયા (ડી.એમ.પટેલ) અમો મારી ત્રણ પેઢીથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છીએ અને મને મારા વારસામાં કોંગ્રેસ પાર્ટી મળી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં હું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે 107-બોટાદ વિધાનસભામાંથી લડ્યો હતો અને માત્ર 906 જેવા નજીવા મતથી હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી તરફથી મારી સતત અવગણના, પાર્ટીને નુકસાન કરનાર લોકોને પાર્ટી તરફથી આપવામાં આવતું પ્રોત્સાહન અને જિલ્લામાં પાર્ટીને નબળી પાડવા કામ કરતા શખ્સોને મળી રહેલા પ્રોત્સાહનથી હું નારાજ થઈને કોંગ્રેસ પક્ષના તમામ સભ્ય પદેથી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામું આપું છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget