શોધખોળ કરો
Advertisement
વડોદરામાં લગ્નપ્રસંગે બની હૃદય કંપાવી દેતી ઘટના, વિદાય સમયે જ કન્યાનું આ કારણે થયું નિધન
વડોદરામાં લગ્ન પ્રસંગ દરમિયાન એવી કરૂણ ઘટના બની કે, જેને તેનો પરિવાર કદાચ ક્યારેય નહીં ભૂલી શકે, લગ્ન પ્રસંગે વિદાયના સમયે જ કન્યાનું નિધન થતાં વિદાયની વેળા આખરી વિદાયમાં ફેરવાઇ ગઇ.
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારની 44 વર્ષિય દીકરીનું ઓચિંતુ નિધન થતાં પરિવાર શોકમગ્ન બની ગયો છે. સોલંકી પરિવારની દિકરીના લગ્ન 1 માર્ચે થયા હતા. ત્રણ દિવસ બાદ તેમની વિદાય હતી. જો કે દીકરીને સાસરે વિદાય આપવાની તૈયાર થતી હતી અને અચાનક એવી અણધારી ઘડી આવી ગઇ કે, પરિજનો તેમને અંતિમ વિદાય આપવા મજબૂર બન્યા. શું છે સમગ્ર ઘટના જાણીએ...
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારની દીકરીનું અણધાર્યું નિધન થઇ જતાં પરિવાર સ્તબ્ધ છે. સોલંકી પરિવારની દીકરીના લગ્ન 1 માર્ચે થયા હતા. ત્રણ દિવસ બાદ દીકરીની વિદાય હતી. પરિવાર દીકરીને સાસરે વળાવવાની તૈયારી કરતો હતો અને અચાનક જ દીકરીને ચક્કર આવતા તે પડી ગઇ. પરિવાર તેમને તાબડતોબ SSG હોસ્પિટલ લઇ ગયો પરંતુ સારવાર દરમિયાન યુવતીનું મૃત્યું થયું. હાલ કોરોના કાળના કારણે મૃતક યુવતીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. મૃતક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement