શોધખોળ કરો

Panchmahal: પાવાગઢ રોડ પર લાકડા ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત

બંને મૃતદેહ પીએમ અર્થે હાલોલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. મૃતકના નામ જૂનેદ અહેમદ બહેરા અને મેહફુઝ હુસેન હયાત છે. બંને ગોધરાનાં રહેવાસી હોવાની હકીકત સામે આવી છે.

Panchmahal News:  પંચમહાલના પાવાગઢ રોડ પર ઢીકવા પાસે લાકડા ભરેલી કવાલિસ કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ચાલક સહિત બેના ઘટના સ્થળે મોત થયા હતા. ઢીકવા ગામની સીમમાંથી લાકડા ભરીને આવતી કાર અથડાઈ હતી. હાલોલ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી  હતી. બંને મૃતદેહ પીએમ અર્થે હાલોલ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. મૃતકના નામ જૂનેદ અહેમદ બહેરા અને મેહફુઝ હુસેન હયાત છે.  બંને ગોધરાનાં રહેવાસી હોવાની હકીકત સામે આવી છે.

વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડી વચ્ચે આવેલી હોટલની એક રૃમમાં રોકાયેલા યુગલ પૈકી પુરૃષનું મોત થયું હતું.જે અંગે પાણીગેટ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ડભોઇ રોડ સોમા તળાવ નજીક જલારામ નગરમાં રહેતા પ્રવિણભાઇ ચીમનભાઇ સુતરીયા વાઘોડિયા રોડ પિપળિયા ગામ પાસે આવેલી એક કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.ગઇકાલે બપોરે ચાર વાગ્યે તેઓ એક યુવતી સાથે હાઇવે કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે આવેલી બહુરાની હોટલના ચોથા માળે એક રૃમમાં યુવતી સાથે ગયા હતા.દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડયા હતા. જે અંગે યુવતીએ પ્રવિણભાઇના પરિવારને તથા હોટલના સ્ટાફને જાણ કરી હતી.તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.પ્રવિણભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન  તેઓનું મોત થયું હતું.

બનાવ અંગે પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે પ્રવિણભાઇ સાથે રૃમમાં ગયેલી યુવતીની તપાસ  હાથ ધરી છે.યુવતીની પૂછપરછ દરમિયાન વધુ વિગતો પ્રકાશમાં આવશે.પ્રવિણભાઇ પરિણીત હતા.અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે.કયા કારણોસર તેઓ હોટલમાં ગયા હતા.તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોગ્રેસના પ્રમુખ બનાવાઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, સૂત્રોએ દાવો કર્યો હતો કે કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોગ્રેસના પ્રમુખ બનાવાઇ શકે છે. કોગ્રેસના કેન્દ્રિય નેતૃત્વએ ભરતસિંહને પ્રદેશ પ્રમુખ બનાવવાનું મન બનાવ્યું છે.  

સૂત્રના જણાવ્યા અનુસાર, જો ભરતસિંહ સોલંકી પ્રમુખ નહી બને તો કેન્દ્રિય કોગ્રેસમાં સ્થાન મેળવી શકે છે. ભરતસિંહ સોલંકી અગાઉ બે વખત ગુજરાત કોગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 2006થી 2008 અને 2015થી 2018 સુધી ભરતસિંહ કોગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.

2015ની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોગ્રેસને સારુ પરિણામ મળ્યું હતું. ભરતસિંહના નેતૃત્વમાં 2017ની ચૂંટણીમાં કોગ્રેસને 78 બેઠકો મળી હતી.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 78 બેઠકો મળી હતી. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ભરતસિંહને કમાન સોંપવાનું મન બનાવી લીધનો સૂત્રોએ દાવો કર્યો હતો. જો ભરતસિંહ સોલંકી પ્રમુખ નહિ બને તો કેન્દ્રીય કોંગ્રેસમાં સ્થાન મેળવી શકે છે. પ્રમુખપદ માટે ભરતસિંહ સોલંકી પણ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget