શોધખોળ કરો

ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા

દેશમાં 1 જૂનથી ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે. 16 ભાષાઓમાં ડેટા લેવાશે. જાણો ગણતરીમાં કઈ વિગતો આપવી ફરજિયાત છે અને કઈ ખાનગી માહિતી તમારે છુપાવવાની છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧ જૂનથી ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી-૨૦૨૭ શરૂ થશે.
  • ૧ લાખથી વધુ કર્મચારીઓ ૧૬ ભાષામાં મોબાઇલ એપથી માહિતી એકઠી કરશે.
  • પ્રથમ તબક્કામાં ઘર અને પરિવાર વિશે ૩૩ સવાલો પૂછાશે.
  • બીજા તબક્કામાં જાતિ ગણતરી સાથે મુખ્ય વસ્તી ગણતરી થશે.

Digital Census 2026: ગુજરાત સહિત આખા દેશમાં આવતીકાલે 1 જૂનથી ‘વસ્તી ગણતરી-2027’ ના પહેલા તબક્કાની શાનદાર શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ગણતરી કંઈક અલગ અને ખાસ છે, કારણ કે આઝાદી પછીની આ 8મી અને દેશની 16મી વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી એટલે કે મોબાઈલ એપ દ્વારા થવાની છે. તમારા ઘરે કર્મચારીઓ આવશે અને ટેકનોલોજીની મદદથી માહિતી એકઠી કરશે. આ એક રાષ્ટ્રીય મહાઅભિયાન છે, જેમાં આપણે સૌએ સાચી માહિતી આપીને સહકાર આપવાનો છે, પણ હા, બેંક ખાતા કે દસ્તાવેજોને લગતી અમુક ખાનગી માહિતી આપવાની સખત મનાઈ પણ કરવામાં આવી છે. રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાઈને સાચી વિગતો નોંધાવવા અપીલ કરી છે.

1 લાખથી વધુ કર્મચારીઓની ફોજ મેદાનમાં ઉતરશે

આ મોટા કામ માટે રાજ્યમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs) બનાવવામાં આવ્યા છે. જેમાં 1,09,038 ગણતરીદારો (કર્મચારીઓ) અને 18,254 સુપરવાઈઝર ઘરે-ઘરે ફરશે. ગામડું હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, દરેક જગ્યાએ આ ટીમ પહોંચશે. આ કામ બરાબર થાય તે માટે તેમને ત્રણ તબક્કામાં ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સારી વાત એ છે કે, ગુજરાતી સહિત 16 અલગ-અલગ સત્તાવાર ભાષાઓમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ મારફતે ડેટા સેવ કરી શકાશે. જ્યાં ઇન્ટરનેટ નહિ હોય તેવા અંતરિયાળ ગામડાઓમાં પણ ઓફલાઇન ડેટા સેવ કરવાની સુવિધા એપમાં અપાઈ છે.

આખી પ્રક્રિયા બે તબક્કામાં પૂરી થશે, 33 સવાલો પૂછાશે

પહેલો તબક્કો (1 થી 30 જૂન, 2026): આ આખા મહિના દરમિયાન કર્મચારીઓ તમારા ઘરે-ઘરે આવીને 'ઘર અને મકાનોની ગણતરી' (HLO) કરશે. જેમાં તમારા ઘરની સ્થિતિ, ઘરમાં કેટલા લોકો રહે છે, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા છે કે નહીં, વગેરે જેવા 33 સવાલો પૂછવામાં આવશે. આ વખતે અમુક નવા સવાલો પણ ઉમેરાયા છે, જેમ કે- તમે કયું અનાજ વધુ ખાવ છો? તમે ઇન્ટરનેટ, સ્માર્ટફોન કે બોટલવાળું પાણી વાપરો છો કે નહીં? તેની માહિતી પહેલીવાર લેવાશે.

બીજો તબક્કો (9 થી 28 ફેબ્રુઆરી, 2027): આ ફાઈનલ રાઉન્ડમાં મુખ્ય વસ્તી ગણતરી થશે. એટલું જ નહીં, દેશના ઈતિહાસમાં પહેલીવાર સત્તાવાર રીતે 'જાતિ ગણતરી' (PE) ની કામગીરી પણ આની સાથે જ સંયુક્ત રીતે પૂરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો

સાવધાન! જો કર્મચારી આ 3 સવાલો પૂછે તો જવાબ ન આપતા

કર્મચારીઓ તમને ઘર અને પરિવાર વિશે પૂછે તે માહિતી આપવી જરૂરી છે, પણ જો તેઓ નીચે મુજબના 3 સવાલો પૂછે તો તમારે સ્પષ્ટ ના પાડી દેવાની છે:

આવક વિશે: તમારી આવક કેટલી છે, મહિનાની કમાણી કેટલી છે અથવા બેંકમાં કેટલું બેલેન્સ છે તેવો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ ન આપવો.

દસ્તાવેજો વિશે: તમારે કોઈને પણ તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ કે અન્ય કોઈ પણ ઓળખપત્ર (આઈડી પ્રૂફ) બતાવવાની કે તેની ઝેરોક્ષ આપવાની જરૂર નથી. દસ્તાવેજો બતાવવા માટે કોઈ તમારા પર દબાણ ન કરી શકે.

બેંકની વિગતો: ક્યારેય પણ કોઈ કર્મચારીને બેંકનો ખાતા નંબર કે તમારા મોબાઈલમાં આવેલો કોઈ OTP (ઓટીપી) શેર કરવો નહીં.

ખોટી માહિતી આપી તો દંડ થશે, ડેટા એકદમ સુરક્ષિત રહેશે

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કાયદો બનાવ્યો છે કે, જનગણના દરમિયાન લેવાયેલી તમારી તમામ ખાનગી માહિતી 'જનગણના અધિનિયમ-1948' હેઠળ એકદમ ગુપ્ત રખાશે. આ ડેટાનો ઉપયોગ તમારી વિરુદ્ધ કોઈ પણ કોર્ટ કે ઇન્કમટેક્સની નોટિસ માટે ક્યારેય પુરાવા તરીકે કરવામાં આવશે નહીં. જોકે, કાયદા મુજબ દરેક નાગરિકે સાચી વિગતો આપવી ફરજિયાત છે. જો કોઈ જાણીજોઈને ખોટી માહિતી આપશે અથવા માહિતી આપવાની ના પાડશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ થઈ શકે છે.

નાગરિકો પોતાની કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્નોના નિરાકરણ માટે સરકારના સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર ફોન કરી શકે છે અથવા censusindia.gov.in પોર્ટલની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચોઃ 16 વર્ષ બાદ વસ્તી ગણતરી: 17 મેથી ગુજરાતમાં ઘરે બેઠા જાતે જ કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો આખી પ્રોસેસ

Frequently Asked Questions

વસ્તી ગણતરી 2027 ક્યારે શરૂ થશે?

વસ્તી ગણતરી 2027 નો પહેલો તબક્કો 1 જૂન, 2026 થી શરૂ થશે અને આખી પ્રક્રિયા બે તબક્કામાં પૂરી થશે.

વસ્તી ગણતરીમાં કઈ માહિતી આપવી જરૂરી છે અને કઈ નથી?

ઘર અને પરિવાર વિશે માહિતી આપવી જરૂરી છે. આવક, બેંક વિગતો કે દસ્તાવેજો જેવી ખાનગી માહિતી આપવાની સખત મનાઈ છે.

વસ્તી ગણતરી ડિજિટલ રીતે થશે કે કેવી રીતે?

આ ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી, મોબાઈલ એપ દ્વારા થશે. કર્મચારીઓ ઘરે આવીને ટેકનોલોજીની મદદથી માહિતી એકઠી કરશે.

જો ખોટી માહિતી આપી તો શું થશે?

જો કોઈ જાણીજોઈને ખોટી માહિતી આપશે અથવા માહિતી આપવાની ના પાડશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ થઈ શકે છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
Embed widget