Chhota Udepur: વીજળી પડતાં બેના મોત, ગઇ રાત્રે વરસાદમાં ગયા હતા ખેતરમાં કામ કરવા, ને પછી....
છોટા ઉદેપુરના સંખેડામાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે, આ બન્ને ભાઇઓ સંખેડાના કૃષ્ણાપુરાની નવી વસાહતમાં રહેતા હતા અને ગઇરાત્રે ખેતરમાં કામ કરવા ગયા હતા
Chhota Udepur: ગઇકાલે અચાનક વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકશાનીના સમાચાર સામે આવ્યા છે, પરંતુ હવે વીજળી પડવાથી પણ મોત થયાના સમાચાર મળ્યા છે. ગઇકાલે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે અને વીજળીએ ભારે નુકશાન કર્યુ છે. છોટા ઉદેપુરમાં બે ભાઇઓના વીજળી પડવાથી મોત થયાના સમાચાર છે.
માહિતી પ્રમાણે, છોટા ઉદેપુરના સંખેડામાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે, આ બન્ને ભાઇઓ સંખેડાના કૃષ્ણાપુરાની નવી વસાહતમાં રહેતા હતા અને ગઇરાત્રે ખેતરમાં કામ કરવા ગયા હતા. જોકે, સવાર થવા છતાં ઘરે ના આવતા મોત થયાની જાણ થઇ હતી. ખેતરમાં કામ અર્થે રોકાયેલા તડવી હસમુખભાઈ અને તડવી ગણપતભાઈ ઉપર વીજળી પડતા મોત થયુ હતુ.
Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ, અંબાલાલે કરી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
Weather: ગુજરાતમાં આજે ફરી વરસાદ જોર પકડી શકે છે, હવામાન નિષ્ણાંતોના મતે આજે ફરી એકવાર રાજ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. હાલમાં જ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આજે ફરી એકવાર સાંજના સમયે કડાકા-ભડકા સાથે વસસાદ વરસી શકે છે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે, રાજ્યમાં આજે ફરી એકવાર સાંજના સમયે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પાડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. વીજળીના કડાકા-ભડકાના કારણે જાનમાલનું નુકશાન પણ થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ અને આરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા છે. 30મી મેએ પણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે. આવતીકાલે પણ સાંજના સમયે ભારે પવન અને વીજળી સાથે વરસાદ થઈ શકે છે. ખાસ વાત છે કે, રોહિણી નક્ષત્ર આખું વરસાદ પડે તો ચોમાસુ સમયસર રહેશે, જો રોહિણી નક્ષત્ર 2 જૂન સુધી છે, વરસાદ નહીં પડે તો ચોમાસુ મોડું થવાની શક્યતા પણ રહેલી છે.
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બહુચરાજીમાં સૌથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
Gujarat Unseasonal Rain: અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. અમદાવાદ, પાટણ. બનાસકાંઠા સહિતના સ્થળોએ અચાનક આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો છેલ્લા ઘણા સમયથી પડી રહેલી અસહ્ય ગરમીથી પણ લોકોને રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણાના બહુચરાજીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ, અમદાવાદ શહેરમાં સવા બે ઈંચ, બનાસકાંઠાના વડગામમાં બે ઈંચ, પાટણના ચાણસ્મામાં બે ઈંચ, જોટાણા, બાવળા, કલોલ, વડાલી અને શિનોરમાં પોણા બે ઈંચ તથા નડિયાદ, કડી, પેટલાદમાં સવા સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી
અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.