શોધખોળ કરો

Weather Forecast:રાજ્યમાં ફરી આવશે ઠંડીનો રાઉન્ડ, જાણો ફરી કઇ તારીખથી વરસશે કમોસમી વરસાદ

Weather Forecast: ગુજરાતમાં હજુ કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશે કે પછી તાપમાનનો પારો ઊંચે જશે, જાણીએ આગામી 10 ફેબ્રુઆરી સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે.

Weather Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જો કે હવે આકાશ સ્વસ્છ થશે અને તાપમાનમાં પણ વધારો થતાં દિવસ દરમિયાન ઉનાળાના શરૂઆત જેવી ગરમી અનુભવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટતું જશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 34 ડિગ્રીથી ઉપર જઇ શકે  છે. રાજયમાં આગામી 8 તારીખ સુધી કમોસમી વરસાદના પણ કોઇ એંધાણ નથી. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ બે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આવશે. જેના કારણે ફરી ગુજરાતમાં વાતાવરણમાં થોડો ફેરફાર થઇ શકે છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5 ફેબ્રુઆરીની આસપાસ એક્ટિવ થશે તો અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 ફેર્બુઆરીની આસપાસ આકાર લેશે. પહેલા વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થવાના કોઇ સંકેત નથી પરંતુ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરી શકે છે. જેના પગલે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો હળવો  કમોસમી વરસાદ પણ વરસી શકે છે. આ સમય દરિયાન એટલે કે 8 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ફરી તાપમાનમામં પણ ઘટાડો થઇ શકે છે. જેના કારણે ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. જો કે આ 10 ફેબ્રુઆરી બાદ ફરી તાપમાન વધશે અને ધીરે ધીરે ઠંડી વિદાય લેશે,  20 ફેબ્રુઆરીથી લગભગ ગુજરાતમાં ઠંડીની વિદાય અને ગરમીની શરૂઆત થઇ જશે.  

અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટાના સંકેત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યાં છે. . અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 ફેબ્રુઆરીથી   ઉત્તર ગુજરાતના વાતાવરણમાં  પલટો આવશે. કચ્છ-રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં  વાદળછાયું વાતાવરણ રહેશે. દાહોદ-પંચમહાલમાં પણ હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે.  ઉતર ભારતના કેટલાક વિસ્તારમાં બરફના તોફાનની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ  પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. 20 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ઠંડી ઘટશે. 

દિલ્લીમાં  હવામાનની સ્થિતિ  

રાજધાની દિલ્હી અને નજીકના NCRમાં હવામાનના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઠંડી, ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણ આ બધા લોકોના રોજિંદા જીવન પર અસર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશ વાદળછાયું રહેશે. આજે  સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અહેવાલો અનુસાર, મંગળવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં દૃશ્યતા ખૂબ ઓછી હતી, જેના કારણે રસ્તાઓ પર વાહનો ધીમા પડી ગયા હતા.

ગાઢ ધુમ્મસને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે પાલમ અને સફદરજંગ વિસ્તારોમાં દૃશ્યતા લગભગ 100 મીટર સુધી ઘટી ગઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે ઓફિસ જનારાઓ અને સ્કૂલ બસોને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઠંડા અને બર્ફીલા પવનોએ ઠંડીમાં વધુ વધારો કર્યો છે. જોકે, લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં થોડું વધારે હતું.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget