શોધખોળ કરો

રાજ્યની પોલીસની નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

વિકાસ સહાયે કહ્યુ હતું કે  ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે.

‘સાંત્વના કેન્દ્ર’માં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.

“સાંત્વના કેન્દ્ર"માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં "સાંત્વના કેન્દ્ર” શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

-વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલિંગ કરવાની કામગીરી કરતી હોય છે.

-ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર: ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલિંગ કરતા હોય છે.

-181-અભયમ: 181-અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે.

-PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર): PSBSS પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલિંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.

‘સાંત્વના કેન્દ્ર’ના મુખ્ય ઉદ્દેશ્યો

-પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવા. તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું. જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલિંગ કરવું. પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો, મહિલાઓ અને સિનીયર સિટિઝનો આવે ત્યારે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરિત પૂર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવી પડશે.

તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACP અધિકારીએ સુપરવિઝન રાખવા પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનિયર સિટિઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Embed widget