શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના ધારાસભ્યનું વિવાદસ્પદ નિવેદન, ભાજપ ના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે
ડિસા પાલિકાના વોર્ડ નંબર 3ની સભાના વાયરલ થયેલા વીડિયો મુડબ, ડિસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા જાહેર મંચથી વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે.
બનાસકાંઠા: ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. આ સિવાય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનનો ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન ડિસામાં ભાજપના ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.
ડિસા પાલિકાના વોર્ડ નંબર 3ની સભાના વાયરલ થયેલા વીડિયો મુડબ, ડિસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા જાહેર મંચથી વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે. જેમાં તેઓ ભાજપના કાર્યકર સામે કોઈ બોલશે તો આંખ ચીરી નાખવામાં આવશે તેમ કહેતા જોવા મળી રહ્યા છે.
થોડા સમય પહેલા ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે ગુજરાતી કલાકાર કિંજલ દવે ઉપસ્થિત રહી હતી. ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવેને જોવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. સાથે જ કોરોનાનો ડર પણ ભૂલ્યા હતા. કોરોનાકાળમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી હતી. જેને લઈ તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement