શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપે આ નગરપાલિકામાં ટોચના નેતાને કાપીને તેમનાં પત્નિને ટિકિટ આપતાં નારાજ પતિ પત્નિનો પણ નહીં કરે પ્રચાર, કોણ છે આ નેતા?
જાણકારી પ્રમાણે ભાજપે બોટાદ નગરપાલિકાની એક વોર્ડમાં ટિકીટ ભાજપના નેતા અને શહેર ભાજપના ઉપપ્રમુખ અતુલ પટેલના પત્નીને આપી છે. આ ટિકીટ વહેંચણી થતાંજ અતુલ પટેલ નારાજ થઇ થઇ ગયા છે
![ભાજપે આ નગરપાલિકામાં ટોચના નેતાને કાપીને તેમનાં પત્નિને ટિકિટ આપતાં નારાજ પતિ પત્નિનો પણ નહીં કરે પ્રચાર, કોણ છે આ નેતા? controversy in bjp ticket distribution in botad municipal elections ભાજપે આ નગરપાલિકામાં ટોચના નેતાને કાપીને તેમનાં પત્નિને ટિકિટ આપતાં નારાજ પતિ પત્નિનો પણ નહીં કરે પ્રચાર, કોણ છે આ નેતા?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14184229/BJP-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું તાંડવા શરૂ થઇ ગયુ છે, રાજકીય પક્ષો ઠેરઠેર પોતાના યોગ્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારવા કમર કરી રહ્યાં છે. કેટલાક કદાવર નેતાઓ પોતાના ઘરના સભ્યોને ટિકીટ મળે તે માટે ભલામણો કરી રહ્યાં છે, ત્યારે આનાથી વિપરિત કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. બોટાદ નગરપાલિકામાં ભાજપની ટિકીટ વહેંચણીથી એક બીજેપી નેતા નારાજ થઇ ગયા છે.
જાણકારી પ્રમાણે ભાજપે બોટાદ નગરપાલિકાની એક વોર્ડમાં ટિકીટ ભાજપના નેતા અને શહેર ભાજપના ઉપપ્રમુખ અતુલ પટેલના પત્નીને આપી છે. આ ટિકીટ વહેંચણી થતાંજ અતુલ પટેલ નારાજ થઇ થઇ ગયા છે, અને તેમને પાર્ટી માટે ચૂંટણીમાં કામ નહીં કરવાની ચેતાવણી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે અતુલ પટેલ છેલ્લા 17 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે, અને તેમને આ ચૂંટણીમાં બોટાદ નગરપાલિકા વૉર્ડ નંબર 2માંથી ટિકીટ માંગી હતી, જ્યારે આ ટિકીટ તેમની જગ્યાએ તેમના પત્ની રોનકબેનના નામ સાથે આપવામાં આવી છે. આ કારણે અતુલ પટેલ નારાજ થઇ ગયા છે, અને ચૂંટણીમાં કામ ના કરવાની ચેતાવણી આપી દીધી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)