શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કહેર: કોરોનાના કયા શહેરમાં કેટલા કેસ સામે આવ્યા? તમે જે જાણવા માંગો છો તે બધું જ

કોરોના વાયરસના ગુજરાતમાં એક પછી એક કેસ સામે આવી રહ્યાં છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે આજે અમદાવાદમાં ત્રણ, વડોદરા અને સુરતમાં એક નવો કેસ નોંધાતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઈ ગઈ

અમદાવાદ: કોરોના વાયરસના ગુજરાતમાં એક પછી એક કેસ સામે આવી રહ્યાં છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે આજે અમદાવાદમાં ત્રણ, વડોદરા અને સુરતમાં એક નવો કેસ નોંધાતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં બે, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. જોકે આજે સુરતમાં જે કેસ નોંધાયો છે તે સ્થાનિ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છે કે, અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે. અમદાવાદ ન્યૂયોર્ક, ઈંગ્લેન્ડ અને ફિનલેન્ડથી પરત ફરેલા ભારતીયો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. જ્યારે વડોદરામાં સ્પેન અને શ્રીલંકાથી પરત ફરેલા ગુજરાતીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. સુરતમાં લંડન અને રાજકોટમાં મક્કાથી આવેલ ભારતીયો કોરોનાવાયરસનો ભોગ બન્યા છે. અમદાવાદમાં ન્યૂયોર્કથી આવેલી 21 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. સેટેલાઈટની યુવતીના સંપર્કમાં આવેલા 18 દર્દીઓ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ઈંગ્લેડ અને દુબઈથી પરત ફરેલા યુવકને કોરોનાની પુષ્ટી થઈ છે. અમદાવાદના બોપલમાં 27 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં ફિનલેંડથી પરત ફરેલી યુવતીને પણ કોરોનાની પુષ્ટી કરવામાં આવી છે. આંબાવાડીની યુવતીને કોરોનાની પુષ્ટીથી આરોગ્ય વિભાગ અલર્ટ પર આવી ગયું છે. અમદાવાદમાં કુલ 6 કેસ હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં સ્પેનથી પરત ફરેલા વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. સ્પેનથી પરત ફરેલા યુવકના સંપર્કમાં આવેલા 2 નિરીક્ષણ હેઠળ છે. વડોદરામાં મહિલાને પણ કોરોનાની પુષ્ટી થઈ ગઈ છે. શ્રીલંકાથી પરત ફરેલી મહિલા 12 નાગરિકોના સંપર્કમાં આવી હતી. શ્રીલંકાથી આવેલા નિઝામપુરાના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 માર્ચે શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. 56 વર્ષીય દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સુરતમાં 21 વર્ષીય લંડનથી પરત ફરેલી યુવતીને કોરોનાની પુષ્ટી થઈ છે. સુરતની યુવતીના સંપર્કમાં આવેલા 9 નાગરિકો કોન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત સુરતમાં જે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેને લઈને સુરતમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટમાં મક્કા મદીનાથી પરત ફરેલા 32 વર્ષના યુવકને કોરોનાગ્રસ્ત થયો છે.

ટોપ સ્ટોરી

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ

વિડિઓઝ

Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Embed widget