શોધખોળ કરો

Cyclone Biparjoy : કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી, જાણો નલિયાથી કેટલા કિલોમીટર દૂર છે બિપરજોય વાવાઝોડુ ?

વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે

ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાને લઇને અત્યાર સુધીમાં સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી માત્ર 290 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી 300 કિ.મી, જખૌથી 360 કિ.મી, નલિયાથી 370 કિ.મી દૂર છે. વાવાઝોડુ 15 જૂને સાંજે જખૌથી પસાર થશે. બિપરજોય વાવાઝોડુ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં આજે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે કચ્છના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કાંઠાના વિસ્તારના લોકોનું આજે પણ સ્થળાંતર કરવામાં આવશે.

વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.

વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  વાવાઝોડને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ વરસ્યો છે.

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોયે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.  ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  અગાઉ યલો એલર્ટ જાહેર કરાયું હતુ. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Embed widget