શોધખોળ કરો

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી ચાલી રહી છે. કામગીરી માટે 36 JCB અને 70 ટ્રેક્ટર-ટ્રોલી કાટમાળ હટાવવા માટે તૈનાત કરવામાં આવી છે.

Somnath: સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપરાંત કાટમાળ હટાવવા માટે 70 જેટલા ટ્રેક્ટર તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે. ૉ

લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતર્યા

તો બીજી તરફ સોમનાથમાં ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી સામે લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે અતિક્રમણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોઈક રીતે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.

સોમનાથ સર્કલ નજીક ડિમોલેશન

વેરાવળ- સોમનાથ રોડ પર સેન્ટ મેરી સ્કૂલની સામેનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. ગત મોડી રાતથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. સાથે જ 36થી વધુ જેસીબી મશીન પણ કાજલી રોડ પર જોવા મળ્યા હતા. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ રાત્રિના અહી પહોચ્યા હતા અને  લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની સલાહ આપતા વિડીયો પણ તેમના વાઇરલ થયા હતા. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પર અવર જવર  બંધ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મિડિયાને પણ પ્રતિબંધિત કરાયા છે. 36 બુલડોઝર, 1400 પોલીસ કર્મચારી, મોટી સંખ્યામાં ટ્રેકટરની મદદથી  વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી  હાથ ધરવામાં આવી છે.

મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થળ પર 1400 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશનના દળો પણ સ્થળ પર હાજર છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબુમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો...

FIR Against Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધવામાં આવશે FIR, ચોંકાવનારો છે આરોપ

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget