શોધખોળ કરો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યો દાવો,  ડૉક્ટરોએ હડતાળ સમેટી

રાજ્યમાં ડૉક્ટરોની હડતાળ પૂર્ણ કરવામાં આવી છે.  રાજ્યમાં ડૉક્ટરોની હડતાળ થઈ પૂર્ણ થઈ હોવાનો દાવો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં ડૉક્ટરોની હડતાળ પૂર્ણ કરવામાં આવી છે.  રાજ્યમાં ડૉક્ટરોની હડતાળ થઈ પૂર્ણ થઈ હોવાનો દાવો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ કરી આ જાણકારી આપી હતી.  આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે ડૉક્ટરોએ હડતાળ સમેટી લીધી છે.  ડૉક્ટરોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. 30 એપ્રિલ સુધી પ્રશ્નોના ઉકેલ લાવવાની ખાતરી આપી છે. 

રાજ્યમાં સરકારી તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ છે.  સરકાર અને ડોક્ટર્સ વચ્ચેની તકરારમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.   અમદાવાદ સિવિલ હોસ્પિટલના OPDમાં દર્દીઓની લાઈન છે. સારવાર માટે  દર્દીઓ રઝળી રહ્યા છે. 

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સરકાર દ્વારા ડોક્ટરોને ખાતરી અપાઈ છે. તબીબી એડહોકને સળંગ કરવાના નિર્ણયો જલ્દી લઈશું. GMERSના તબીબોને પેંશનનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. કોરોનાકાળમાં ડોક્ટરોએ સેવા કરી છે. ડોક્ટર્સના તમામ પ્રશ્નોનો ઉકેલ લવાયો છે. કોરોનામાં તબીબોએ ખૂબ સારી સારવાર કરી હતી. તબીબોની માંગણીઓ પૂર્ણ કરવા અમે કટિબધ્ધ છીએ. ઉચ્ચ કક્ષાએ વાર્તાલાપ કરીને તબીબોને બાંહેધરી અપાઈ છે. સમય મર્યાદામાં તમામ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે.

રાજકોટમાં તબીબોની હડતાળનો પાંચમો દિવસ છે, રાજકોટ મેડિકલ કોલેજ પર કાળા કપડા પહેરીને તબીબોએ નોંધાવ્યો વિરોધ. એક તરફ દર્દીઓ  હેરાન  થઈ રહ્યા છે  તો બીજી તરફ તબીબો કરી રહ્યા પ્રદર્શન. સરકાર અને તબીબો વચ્ચેની લડાઈમાં  પીસાઈ રહ્યા છે દર્દીઓ. રાજકોટ જિલ્લામાં 330 તબીબો હડતાળ પર. 

તબીબોની હડતાળના પગલે સુરતમાં દર્દીઓ પરેશાન થયા છે. સતત પાંચમા દિવસે તબીબોની હડતાળના કારણે દર્દીઓને નથી મળી રહી સમયસર સારવાર. 

ડોક્ટરોની અલગ અલગ માંગણી

ડોક્ટરોની અલગ અલગ માંગણી જેવી કે એડહોક સેવાઓ સળંગ કરવામાં આવે. છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, તે બઢતી તાત્કાલિક આપવામાં આવે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે. 

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget