શોધખોળ કરો

Heart Attack : રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ ગુમાવી જિંદગી, ઊંઘમાં જ હૃદય થયું બંધ

રાજકોટ જિલ્લાના  ધોરાજીમાં 48 વર્ષિય વ્યક્તિનું  હાર્ટ અટેકના કારણે મોત થયું છે. તેઓ સૂતા હતા અને ઊંઘમાં હાર્ટ અટેક આવતા નિધન થયું

Heart Attack Death :રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં 7થી વધુ લોકોના હાર્ટ અટેકથી  મોત થયા છે. સુરતમાં ત્રણ, ભાવનગરમાં એક, વડોદરામાં એક  ધોરાજીમાં એક, અને અમરેલીમાં એક વિદ્યાર્થિનીનું હાર્ટ અટેકથી મોત થયું છે.

રાજકોટ જિલ્લાના  ધોરાજીમાં 48 વર્ષિય વ્યક્તિનું  હાર્ટ અટેકના કારણે મોત થયું છે. ધોરાજી રેલવે સ્ટેશન નજીક એરિક એપાર્ટમેન્ટમા રહેતા 48 વર્ષીય નિલેશભાઈ જેન્તીભાઇ જોષીનું  ઊંઘમાં જ હૃદય બંધ થઇ ગયું.  બે બાળકોના પિતા અને ડ્રાઇવરનું કામ કરતા નિલેશ ભાઈ જોષીનું હાર્ટ એટેકના કારણે મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  નિલેશ ભાઈ ઘરે સુતા હતા અને ઊંઘમાં જ હાર્ટ અટેક આવી જતાં સવારે  ઉઠ્યા નહીં, પરિવાર સરકારી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી વધતા જતાં હાર્ટ અટેકના કિસ્સા અને તેનાથી થતાં મોતના કિસ્સાએ ચિંતા વધારી છે.

આ ઉપરાંત રત ના કતારગામ વિસ્તારમાં શેર બજાર નું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિ ને હાર્ટ અટેક  આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા.મૂળ બોટાદ જિલ્લાના જલાલપોર ગામ ના વતની દિલીપ ભાઈ રતિલાલ કાછડીયા રાત્રે  હાર્ટ અટેક આવતા તેઓ  બાથરૂમ જતા અચાનક ઢળી પડયા હતા. આખરે બાથરૂમ નો દરવાજો તોડી દિલીપ ભાઈ ને બહાર કાઢવા પડ્યા હતા. બાદ તેઓને 108માં મ સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં.
સુરત જિલ્લામાં જ ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીનું હાર્ટ અટેકથી મોત થયું છે. તેમને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા તેઓ  મૂળ આંબાવાડી ગામે રહેતા હતા.

સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે.  27 વર્ષિય ,સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક  ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો. સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે.  સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

ભાવનગરમાં પણ  હાર્ટ અટેકથી  મોત થવાનો સિલસિલો યથાવત છે.શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે,  55 વર્ષિય સુશીલાબેન સીંદાણાને અચાનક છાતીમાં દુખાવો થતાં સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું  મોત થયું હતું. ભાવનગરમાં એક સપ્તાહમાં હાર્ટ એટેક થી ત્રીજું મોતની ઘટના છે. હાર્ટ અટેકથી સતત થઇ રહેલા મોતએ લોકોમાં ચિંતા વધારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Embed widget