શોધખોળ કરો

દ્વારકાધીશના મંદિરે જતા ભક્તો માટે મોટા સમાચાર, દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

Dwarkadhish Temple: આગામી સપ્ટેમ્બરમાં શ્રાવણ વદ-8 (આઠમ)ના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

Dwarkadhish Temple: આગામી સપ્ટેમ્બરમાં શ્રાવણ વદ-8 (આઠમ)ના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ જન્મોત્સવ પ્રસંગે યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલો નવો સમયપત્રક નીચે મુજબ છે:

 

જન્માષ્ટમીના દિવસે દર્શનનો સમય:

  • સવારે 6:00 થી 8:00: મંગળા આરતી અને દર્શન
  • સવારે 8:00 થી 9:00: શ્રીજીના ખુલ્લા પડદે સ્નાનના દર્શન
  • સવારે 9:00 થી 9:45: ભીતર પૂજા (દર્શન બંધ)
  • સવારે 9:45 થી 10:00: દર્શન ચાલુ
  • સવારે 10:00 થી 10:15: દર્શન બંધ
  • સવારે 10:15 થી 10:45: દર્શન ચાલુ
  • સવારે 10:45 થી 11:00: સ્નાન ભોગ અને શૃંગાર ભોગ (દર્શન બંધ)
  • સવારે 11:00: શૃંગાર આરતી અને દર્શન
  • સવારે 11:20 થી 11:30: ગ્વાલ ભોગ (દર્શન બંધ)
  • સવારે 11:30 થી 12:00: દર્શન ચાલુ
  • બપોરે 12:00 થી 12:30: રાજભોગ (દર્શન બંધ)
  • બપોરે 12:30 થી 1:00: દર્શન ચાલુ
  • બપોરે 1:00 થી સાંજે 5:00: મંદિર બંધ રહેશે

આ પણ વાંચો...સુરેન્દ્રનગરમાં 79 શાહુકારો પર તંત્રની તવાઈ: ભાજપ નેતા રાજુ કરપડા સહિતના લાયસન્સ રદ કરાયા

સાંજ અને રાત્રિના દર્શનનો સમય:

  • સાંજે 5:00: ઉત્થાપન દર્શન
  • સાંજે 5:45 થી 6:00: ભોગ દર્શન બંધ
  • સાંજે 6:00 થી 7:30: દર્શન ચાલુ
  • સાંજે 7:30 થી 7:45: સંધ્યા ભોગ (દર્શન બંધ)
  • સાંજે 7:45 થી 8:00: સંધ્યા આરતી
  • રાત્રે 8:00 થી 8:10: શયન ભોગ (દર્શન બંધ)
  • રાત્રે 8:10 થી 8:30: દર્શન ચાલુ
  • રાત્રે 8:30: શયન આરતી
  • રાત્રે 8:30 થી 9:00: દર્શન ચાલુ
  • રાત્રે 9:00 વાગ્યે: મંદિર બંધ થશે

જન્મોત્સવ આરતી અને મહાદર્શન:

  • મધરાત્રિ 12:00 વાગ્યે: શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી શરૂ થશે.
  • મધરાત્રિ 12:00 થી 2:30 વાગ્યા સુધી: જન્મોત્સવ દર્શન ચાલુ રહેશે.
  • રાત્રે 2:30 વાગ્યે: જન્મોત્સવ દર્શન બાદ મંદિર બંધ થશે.

યાત્રાધામ દ્વારકા જગત મંદિરની આવકમાં વધારો

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શરણે આવતા ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આસ્થાના ઘોડાપૂરની સીધી અસર મંદિરની આવક પર પણ જોવા મળી છે. દ્વારકાધીશ જગત મંદિરની આવકમાં વર્ષ 2025-26 દરમિયાન મોટો ઉછાળો નોંધાયો છે. વર્ષ 2025-26માં દાન પેટે 22 કરોડથી વધુની આવક થઈ હતી. છેલ્લા 5 નાણાકીય વર્ષોથી તીર્થનગરી દ્વારકામાં દાન પેટેની આવક સતત વધી રહી છે. દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ભક્તો દ્વારા ચડાવાતા દાન અને ભેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. દિવસે-દિવસે સુધરતી સુવિધાઓ અને વધતા જતા પ્રવાસનને કારણે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઉમટી રહ્યા છે, જેને પગલે મંદિરના અર્થતંત્રમાં પણ આ મોટો વધારો જોવા મળ્યો છે.

દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરની વાર્ષિક આવકમાં છેલ્લા પાંચ વર્ષથી નોંધપાત્ર વધારો જોવા મળે છે. રોજ હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે. છેલ્લા ત્રણ વર્ષથી આવકમાં ખાસ્સો વધારો જોવા મળે છે. જગત મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મંદિરની કુલ આવક વર્ષ 2021-2022 દરમિયાન 13,76,29,414 રૂપિયા નોંધાઈ હતી, જે વર્ષ 2022-2023માં વધીને  19,79,17,316 થઈ હતી. ત્યારબાદ વર્ષ 2023-24માં આવકમાં વધુ વધારો થઈ 23,78,24,800 રૂપિયા નોંધાઈ હતી. વર્ષ 2024-25 દરમિયાન આવક આંશિક ઘટાડા સાથે 21,92,18,038 રૂપિયા રહી હતી.

જગતમંદિરની આવકમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ લગભગ 8,27,53,876 જેટલો વધારો જોવા મળે છે. જેમાં વર્ષ 2023-24 દરમિયાન અત્યાર સુધીની વિક્રમી 23.78 કરોડથી વધુ આવક નોંધાઈ હતી. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો દર વર્ષે સરેરાશ 1.65 કરોડના વધારા સાથે વર્ષ 2021-22માં 13.76 કરોડ જેટલી આવકનો આંક વર્ષ 2025-26 માં 22.04 કરોડ થઈ ગયો છે. આ આવકમાંથી ૨ ટકા રકમ ચેરિટી તરીકે ફાળવવામાં આવે છે,જ્યારે 15 ટકા ટ્રસ્ટ ઈન્કમ તરીકે કપાઈ છે. જયારે પુજારીઓનો હિસ્સો 83 ટકા જેટલો રહે છે.

Advertisement

ટોપ સ્ટોરી

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર
Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!
Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
Embed widget