શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફરી એકવાર ગુજરાતના આ જિલ્લાની ધરા ધ્રૂજી, જાણો કેટલી તીવ્રતાનો હતો ભૂંકપનો આંચકો?
ગુજરાતના કચ્છની ધરા ફરી એકવાર ધ્રૂજી હતી. કચ્છમાં મોડી રાતે 1.50 મીનિટે ભૂંકનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં 1.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો
![ફરી એકવાર ગુજરાતના આ જિલ્લાની ધરા ધ્રૂજી, જાણો કેટલી તીવ્રતાનો હતો ભૂંકપનો આંચકો? Earthquake again in Kutch at last night ફરી એકવાર ગુજરાતના આ જિલ્લાની ધરા ધ્રૂજી, જાણો કેટલી તીવ્રતાનો હતો ભૂંકપનો આંચકો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05135747/Kutch.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતના કચ્છની ધરા ફરી એકવાર ધ્રૂજી હતી. કચ્છમાં મોડી રાતે 1.50 મીનિટે ભૂંકનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં 1.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂંકપનું કેન્દ્રબિંદુ રાપરથી 23 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, કચ્છમાં અનેક વાર ભૂંકપના આંચકા અનુભવાય છે.
મોડી રાતે 1.50 વાગે કચ્છમાં ફરી એકવાર ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ભૂંકપનો આંચકો આવતાં ઘણાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. જ્યારે ભૂંકપનો આંચકો આવ્યો ત્યારે ઘણાં લોકો નીંદર માણી રહ્યા હતા જેના કારણે ઘણાં લોકોને ભૂંકપની ખબર પણ નહોતી પડી.
મોડી રાતે 1.50 વાગે કચ્છમાં 1.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂંકપનું કેન્દ્રબિંદુ 23 કિલોમીટર દૂર રાપર પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે, એક દિવસ પહેલા પણ કચ્છ જિલ્લામાં ભૂંકપના બે આંચકા આવ્યા હતાં. જે દૂધઈથી 28 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે રાતે 9.30 વાગે બીજો આંચકો 2.1ની તીવ્રતાનો અનુભવાયો હતો જે ભચાઉથી 9 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિદું હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)