હવામાન વિભાગ દ્વારા સવારે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

- હવામાન વિભાગે ચાર જિલ્લામાં રેડ એલર્ટ, નવમાં ઓરેન્જ જાહેર.
- રાજ્યમાં સાત દિવસ વરસાદી માહોલ, નવ ટકા ઘટ ઘટશે.
- અંબાલાલ પટેલની આગાહી: સૌરાષ્ટ્ર, મધ્ય-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ.
- અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા, સાવચેતી રાખવા સલાહ.
Gujarat Rain Forecast:ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદનો સમાવેશ થાય છે. જ્યારે સવારે 10 વાગ્યા સુધી 17 જિલ્લા અને ત્રણ સંઘપ્રદેશમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે.વામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી 9 ટકા ઓછો વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ યથાવત રહેવાની શક્યતા હોવાથી વરસાદની ઘટમાં ઘટાડો થઈ શકે છે. ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન વરસાદને લઈને આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા અને પવનની પણ શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની સંભાવના વચ્ચે લોકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
Before You Go
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Frequently Asked Questions
વરસાદને લઈને કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?
આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શું આગાહી છે?
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો ઓછો વરસાદ નોંધાયો છે?
રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ યથાવત રહેતા વરસાદની ઘટમાં ઘટાડો થઈ શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે અંબાલાલ પટેલનું શું અનુમાન છે?
અંબાલાલ પટેલના મતે, આગામી 12 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે વીજળીના કડાકા-ભડાકા અને પવનની પણ શક્યતા છે.





















