શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે વિજય રૂપાણી સરકારે કરી બહુ મોટી જાહેરાત, જાણો વિગત
કેન્દ્ર સરકારે નનવી ગાઈડલાઈનમાં શાળા-કોલેજો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાત સરકારે 15 એક્ટોબર પછી આ અંગે નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા અનલોક 5 અંગેનું જાહેરનામું બહાર પડાયું છે. કેન્દ્ર સરકારે નનવી ગાઈડલાઈનમાં શાળા-કોલેજો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાત સરકારે 15 ઓક્ટોબર પછી આ અંગે નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
રૂપાણી સરકારે નિર્ણય લીધો છે કે, કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન થશે અને એ પ્રમાણે જ ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં કહેવાયું છે કે, શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજો હાલમાં બંધ જ રહેશે અને આ અંગે પછીથી નિર્ણય લેવાશે.
રાજ્ય સરકાર શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજો શરૂ કરવા બાબતે 15 ઓક્ટોબર બાદ સમિક્ષા કરશે અને તે પછી નિર્ણય જાહેર કરશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આખરી નિર્ણય લેવાની સત્તા આપી છે તેથી ગુજરાત સરકારે શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજો હાલમાં બંધ જ રહેશે એવો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement