શોધખોળ કરો

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, જાણો ક્યાં પડ્યો વરસાદ

અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહ્યાં છે.

અમદાવાદઃ આખરે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ચોમાસાનું ગુજરાતમાં વિધિવત રીતે આગમન થઈ ગયું છે. 23 તારીખ અને રવિવારે ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રવિવારે સાંજે ગુજરાતના અરવલ્લી, દાહોદ અને કચ્છમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. (તમામ તસવીર પ્રતિકાત્મક છે) અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, જાણો ક્યાં પડ્યો વરસાદ દાહોદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વરસાદ પડ્યો હતો. દાહોદના ઝાલોદ ખાતે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. સૌથી વધુ વરસાદ ઝાલોદમાં જોવા મળ્યો હતો. રાજ્યના કચ્છમાં પણ વાતાવણરમાં પલટા સાથે નખત્રાણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, જાણો ક્યાં પડ્યો વરસાદ અમદાવાદમાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

ટોપ સ્ટોરી

માર્ગ-મકાન વિભાગના કામોમાં આવશે તેજી: ટેન્ડર નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર
માર્ગ-મકાન વિભાગના કામોમાં આવશે તેજી: ટેન્ડર નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
નવરાત્રીમાં ભાડે મળશે ગરબા પાર્ટનર? વાયરલ પોસ્ટ પર સાયબર ક્રાઈમની મોટી ચેતવણી
નવરાત્રીમાં ભાડે મળશે ગરબા પાર્ટનર? વાયરલ પોસ્ટ પર સાયબર ક્રાઈમની મોટી ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના 19 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના 19 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Ahmedabad Cyber Crime Alert : Garba Partnerના નામે ફ્રોડ? અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને કર્યા એલર્ટ
Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Ahmedabad Waterlogging: અમદાવાદમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળભરાવ
Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
Saurashtra Rain: ગીર સોમનાથમાં વીજળી પડતા એકનું મોત, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
Rajkot Rain: રાજકોટમાં 10 મિનિટમાં જળબંબાકાર, 3 દિવસ બાદ ધોધમાર વરસાદથી શહેરના તમામ માર્ગો પાણી-પાણી
Rajkot Rain: રાજકોટમાં 10 મિનિટમાં જળબંબાકાર, 3 દિવસ બાદ ધોધમાર વરસાદથી શહેરના તમામ માર્ગો પાણી-પાણી
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Embed widget