શોધખોળ કરો

Amreli: અમરેલીના સાવરકુંડલામાં 10 ઈંચ વરસાદ, ખેતરમાં ફસાયેલા પાંચ લોકોને બચાવાયા

લીલીયામાં 6.7 ઈંચ, બાબરામાં 4., લાઠીમાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો હતો

ચોમાસાની શરૂઆતમાં જ અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં 24 કલાકમાં સાવરકુંડલામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજુલામાં 7.4 ઈંચ, અમરેલીમાં 6.8 વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લીલીયામાં 6.7 ઈંચ, બાબરામાં 4., લાઠીમાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

અમરેલીના સાવરકુંડલાના ઘોબા ગામે ગઈકાલે ફસાયેલા પાંચ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘોબાથી ઠાસા જવાના રસ્તે આવેલ એક ખેતરમાં પાંચ ખેત મજૂરો ગઈકાલે ફસાયા હતા. NDRFની ટીમે ત્રણ મહિલા સહિત અન્ય બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મામલતદાર, અને તાલુકા વિકાસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમરેલીના ઠેબી ડેમના 2 દરવાજા ખોલાયા હતા. ઠેબી ડેમના 2 દરવાજા 60 મીટર ખોલાયા હતા. માંગવાપાળ, વરુડી, ચપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ કરાયા હતા.  ભારે વરસાદની સ્થિતિને પગલે અમરેલી કલેક્ટરે માહિતી આપી હતી. કલેક્ટરે કહ્યું હતું કે બે-ત્રણ જગ્યા પર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. સાવરકુંડલામાં બસમાં ફસાયેલા છ લોકોને બચાવાયા હતા. પીપાવાવ ધામમાં ફસાયેલા 24 લોકોને બચાવાયા હતા.

અમરેલીના બાબરામાં કોઝવેમાં કાર ફસાઇ હતી. નાની કુંડળ ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી. કારમાં સવાર 3 લોકોનું પ્રશાસને રેસ્ક્યૂ કર્યું હતું. બે પુરુષ અને 1 બાળકને બચાવાયા હતા. બાબરાથી રાજકોટ જતી વેળાએ કારમાં ફસાયા હતા.

ભાવનગરના પાલિતાણાના રજાવડ નદીમાં કાર તણાયાનો વીડિયો વાયરલ થયો છે. સોમવારના વરસેલા ભારે વરસાદમાં પાણીમાં કાર તણાઈ હતી. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. પાણીના તેજ પ્રવાહમાં કાર કાગળની બોટની જેમ તણાઈ હતી. સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં કાર પાણીમાં તણાઈ હતી. 12 ઈંચ વરસાદમાં પાલિતાણા તાલુકાની નદીઓમાં પૂર આવ્યુ હતું. બોટાદમાં કાર તણાઈ જતા 3 લોકોના મોત થયા છે. સાંગાવદર ગામ પાસે કાર તણાઈ જવાની ઘટના બની હતી. ત્રણના મૃતદેહ મળ્યા હતા. હજુ ચાર લોકો લાપતા છે. કારમાં કુલ નવ લોકો સવાર હતા. મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે ઘટના બની હતી.                                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget