શોધખોળ કરો

સુરતના બિઝનેસમેને સેક્સ પાવર વધારવા માટે ગીરના ક્યા સાપનો 75 લાખમાં કર્યો સોદો ? જાણો કઈ રીતે ફૂટ્યો ભાંડો ?

બિઝનેસમેને સેક્સ પાવર વધારવા માટે આંધળી ચાકળ ચાપની જરૂર હોવાનું જણાવતાં ખેડૂત ઘરના ફળિયામાં ત્રણ સાપને ઉછેરી રહ્યો હતો. વન વિભાગને આ બાબતની જાણ થઈ જતાં દરોડો પાડી ત્રણ સાપ સાથે ખેડૂતને ઝડપી લીધો છે.

જુનાગઢઃ સુરતના હસુભાઈ નામના બિઝનેસમેને ગીરના જંગલ પાસેના ઈટવાયા ગામના ખેડૂત સાથે 75 લાખમાં 3 સાપનો સોદો કર્યો હતો. આ બિઝનેસમેને સેક્સ પાવર વધારવા માટે આંધળી ચાકળ ચાપની જરૂર હોવાનું જણાવતાં ખેડૂત ઘરના ફળિયામાં ત્રણ સાપને ઉછેરી રહ્યો હતો. વન વિભાગને આ બાબતની જાણ થઈ જતાં દરોડો પાડી ત્રણ સાપ સાથે ખેડૂતને ઝડપી લીધો છે. ગિરગઢડાના ઈટવાયામાંથી એક ખેડૂત પાસે આંધળી ચાકળ હોવાની માહિતી મળતાં વન વિભાગે દરોડો પાડ્યો હતો. ગિર-ગઢડાના ઈટવાયામાં રહેતા અને પિતા સાથે ખેતીકામ કરતા જગદીશ મનુભાઈ વાડોદરિયાના ઘરમાં વન વિભાગે રેડ કરી ઘરના ફ્ળીયામાં ઓટલા પાસે બેરલ પાસે રાફ્ડાની માટીમાં રાખેલા ત્રણ બિન ઝેરી સાપ આંધળી ચાકળ જપ્ત કર્યા હતા. તેની પૂછપરછમા પોતે વચેટીયો હોવાનું અને ત્રણેય સાપનો સુરતના કોઈ હસુભાઈ નામના બિઝનેસમેન સાથે રૂપિયા 75 લાખમાં સોદો કર્યો હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય સાપ જગદીશને ગીરના જંગલમાં રહેતા કેટલાક શખ્સોએ પકડીને આપ્યા હતા. આ સાપ તેણે સુરતના બિઝનેસમેનને પહોચાડવાના હતા. એક વાર સાપ પહોંચાડ્યા હતા પણ સાપની લંબાઈ ઓછી હોવાથી એક વાર સોદો કેન્સલ થયો હતો. સાપને મોટા કરવા માટે જગદીશે ફ્ળીયામાં રાફ્ડાની માટી નાખીને તેમાં રાખ્યા હતા, ત્રણેય સાપમાં એકનું વજન એક કિલો, બીજાનું 500 ગ્રામ અને ત્રીજા સાપનું વજન 725 ગ્રામ છે. આ સાપને પકડવો અપરાધ છે પરંતુ સેક્સ પાવર વધારવા માટે તેની માંગ અને કિંમત ખૂબ ઊંચા હોવાથી તેનો ગેરકાયદેસર ધંધો ધમધોકાર ચાલે છે. સેક્સ પાવર વધારવા ઉપરાંત નશીલા પદાર્થો, મોંઘા પરફયૂમ માટે પણ તેનો વપરાશ થાય છે. કેટલાક કિસ્સામાં આરોપીઓએ એવું જણાવ્યું કે કેન્સર દૂર કરવા માટે આ સાપ વપરાય છે. સ્કીન ઓઈનમેન્ટ સહિત અનેક પ્રકારની પ્રોડક્ટમાં પણ સાપ વપરાય છે. તાંત્રિકો પણ તેનો ઉપયોગ કરે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget