શોધખોળ કરો

Weather: રાજયમાં કઇ તારીખે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું આપ્યું એલર્ટ

Weather: જૂન અડધો પસાર થઇ ગયો પરંતુ હજુ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં 40ની આસપાસ તાપમાન રહેતા અકળાવતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. જાણીએ આગામી દિવસોમાં રાજ્યમાં કેવું રહેશે હવામાન

Weather: ચોમાસા હાલ ધીરે ધીરે આગળ વધી રહ્યું  છે. આંઘ્રપ્રદેશ, તમિલનાડુ સહિતના દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે. જો કે ગુજરાતમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 40ની ઉપર પહોંચ્યું છે. ત્યારે આકરી ગરમીથી પરેશાન લોકો હવે વરસાદની રાહ જોઇ રહયાં છે તે સ્વાભાવિક છે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પહોંચી ગયું છે. 15 જૂન બાદ સમગ્ર  મહારાષ્ટ્રે ચોમાસું આવરી લે તેવો અનુમાન હવામાન વિભાગે કર્યો છે. ગુજરાતમાં ચોમાસાની આ વર્ષે એન્ટ્રી 20 જૂનની આસપાસ થાય તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. 

રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સ્થિતિ હજુ 2થી3 દિવસ રહેશે. 18 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી  શકે છે.  15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લામાં વરસાદનું આગમન થઇ શકે છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનિય છે કે, અરબ સમુદ્રની બ્રાન્ચ તેની ગતિએ આગળ વધતા કેરળ, તમિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યુ છે પરંતુ બંગાળની બ્રાન્ચ જે ગુજરાતમાં વરસાદ લાવે છે તે હજુ એક્ટિવ નથી જેના કારણે ગુજરાતને હજુ 20 જૂન સુધી વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગે 20 જૂનની આસપાસ ચોમાસાના વરસાદની આગાહી કરી છે. જેથી 23ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે. 25 જૂન બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ચોમાસું આવરી લેશે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સમય દરમિયાન મધ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતની તુલનામાં ઓછો વરસાદ પડી તેવી શક્યતા જોવાઇ રહી છે. 

આ પણ વાંચો: Junagadh: "તેં સોપારી કેમ ખાધી?" કહીને પતિએ પત્ની પર કર્યો હુમલો, પત્નીનું સારવાર દરમિયાન મોત 

ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?

ગુજરાતમાં 2026નું ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ ખાતે યોજાયેલા વરસાદ વિજ્ઞાન સેમિનારમાં 45 આગાહીકારોએ 10થી 12 આની (સામાન્યથી સારો) વરસાદ થવાની શક્યતા દર્શાવી છે અને બે તબક્કામાં સારી વાવણીની સ્થિતિ બની શકે તેવી આગાહી કરી છે. 

નોંધનિય છે કે આ વર્ષે અલ નીનો અસરના કારણે ચોમાસું થોડું નબળું રહી શકે છે પરંતુ હવામાન નિષ્ણાંતના મત મુજબ વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણે ચોમાસાની શરૂઆતના બે મહિના રાજ્યમાં સારો અને વાવણી લાયક વરસાદ વરસી શકે છે. અલ નીનોની અસરના કારણે બની શકે છે ઓગસ્ટમાં વરસાદની જોર ઘટી જાય. આ અલ નીનોની અસરના કારણે બની શકે કે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે અને કેટલાક જિલ્લાને વરસાદ માટે તરસવું પડે. 

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ચોમાસું 20 જૂનની આસપાસ આવશે. દક્ષિણ ગુજરાતમાં 23 જૂન અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં 25 જૂન બાદ ચોમાસું પહોંચશે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

ગુજરાતમાં ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના છે. જૂનાગઢના આગાહીકારોએ 10 થી 12 આની વરસાદની શક્યતા દર્શાવી છે.

શું અલ નીનોની અસર ગુજરાતના ચોમાસા પર થશે?

હા, અલ નીનો અસરને કારણે ચોમાસું થોડું નબળું રહી શકે છે, ખાસ કરીને ઓગસ્ટમાં. આનાથી વરસાદનું વિતરણ પણ અસમાન બની શકે છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ શા માટે છે?

અરબ સાગરની બ્રાન્ચ સક્રિય હોવા છતાં, ગુજરાતમાં વરસાદ લાવતી બંગાળની બ્રાન્ચ હજુ એક્ટિવ નથી. આથી 20 જૂન સુધી રાહ જોવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget