માનનિય મોદી સાહેબઃ ........મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાયર કરેલ છે........
દીપકસિંહે આઈ.બી. અધિકારીઓના કારણે પોતે આત્મહત્યા કરી હોવાનું કથિત સુસાઇડ નોટમાં લખ્યું છે.

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામમાં રહેતા અને ગાંધીનગર સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાન દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમારે સરા ખાતે આત્મહત્યા કરી લીધી હતી. દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને 9 જાન્યુઆરીએ સરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો પણ હવે મૃતક પોલીસ જવાને લખેલી મનાતી સુસાઇડ નોટ બહાર આવતાં આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક જવાન દીપકસિંહ પરમારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં ચોંકાવનારા આક્ષેપ કરાયા છે.
આ કથિત સુસાઈડ નોટમાં લખાયું છે કે, મારા એટલે કે દીપકસિંહના ઘરમાં સીસીટીવી ગોઠવીને મારી પત્નિની નગ્ન વીડિયો ઉતારાયા હતા. આ ઉપરાંત મારા અને મારી પત્નિના શરીર સુખ માણતા હોય એવા અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો છે તેથી પોતે આપઘાત કરે છે.

આ કથિત સુસાઈડ નોટનું લખાણ અક્ષરશઃ નીચે પ્રમાણે છે.
મૃતકની સુસાઇડ નોટ અક્ષરસઃ
જય માતાજી
પ્રતિશ્રી માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી,
હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો.
હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું.
મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાયર કરેલ છે અને મને માનસિક ત્રાસ આપે છે.
જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે.
જેથી હું આત્મ હત્યા કરું છું.
Parmar D.N
દીપકસિંહે આઈ.બી. અધિકારીઓના કારણે પોતે આત્મહત્યા કરી હોવાનું કથિત સુસાઇડ નોટમાં લખ્યું છે. આ નોટમાં આઇબીમાં જ ફરજ બજાવતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાનાં નામનો ઉલ્લેખ છે. તેમના ત્રાસને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના આધારે આ કેસમાં નવો વળાંક આવ્યો ચે અને મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Before You Go
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?





















