શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા મહારાષ્ટ્રની જેમ ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવા સરકારની વિચારણા
ગુજરાત સરકાર મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવતા લોકોના ફરજિયાત ટેસ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં દિવાળી બાદ ચિંતાજનક રીતે વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સરકારે કોરોનાના કેસો કાબૂમાં લેવા માટે પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકાર મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવતા લોકોના ફરજિયાત ટેસ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ટેસ્ટ બાદ પ્રવેશ આપવા સરકારની વિચારણા છે. હાઈપાવર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ કોરોના ટેસ્ટ બાદ જ અન્ય રાજ્યમાંથી આવતા લોકોને પ્રવેશ આપવા અંગે વિચારણા કરી શકે છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોને લઇને રાજ્ય સરકાર ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટીવના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવાય તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement