શોધખોળ કરો

GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત અલગ-અલગ 6 પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે.  ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આયોજીત અલગ-અલગ 6 પ્રાથમિક કસોટીઓને મોકૂફ રખાઈ છે.

ગાંધીનગર:  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત અલગ-અલગ 6 પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે.  ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આયોજીત અલગ-અલગ 6 પ્રાથમિક કસોટીઓને મોકૂફ રખાઈ છે. 

પ્રાધ્યપક ઇમરજન્સી મેડિસિન, સહ પ્રાધ્યાપક ઈમરજન્સી મેડિસિન, સહપ્રાધ્યપક ટીબી એન્ડ ચેસ્ટ, મદદનીશ નેફ્રોલોજી, સહપ્રાધ્યાપક ફેમિલિ મેડિસિન, મદદનીશ પ્રાધ્યાપક ટીબી એન્ડ મેડિસિનની વર્ગ એકની પ્રિલિમ પરિક્ષાઓને મોકૂફ રખાઈ છે.   વહિવટી કારણોસર મોકૂફ રખાઈ હોવાનું જાહેર સેવા આયોગ દ્વારા કારણ અપાયું છે. નવી તારીખ નક્કી કરી આગામી સમયમાં જાહેર  કરવામાં આવશે. 

આજથી રાજ્યમાં ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ

આજથી રાજ્યમાં ધો. 9થી 11માં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. રાજ્ય સરકારે તો ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે જોકે વાલીઓ અને કેટલાક સ્કૂલ સંચાલકોમાં હજુ પણ ઓફલાઈન શિક્ષણ અંગે નિરસતા જોવા મળી રહી છે.

રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં હજુ સુધી 50 ટકા પણ વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા નથી. સરકારે સ્કૂલ ખોલવાની તો મંજૂરી આપી છે પરંતું સ્કૂલોને વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ ફરજીયાત બનાવી છે. ત્યારે 50 ટકા વિદ્યાર્થીઓની હજુ પણ સંમતિ મળી નથી.

સંમતિપત્રકો મળ્યા નથી ત્યારે કેટલીક સ્કૂલો તો હજુ 3થી 4 દિવસ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાના મૂડમાં નથી. થોડા સમય પહેલા ધો. 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાયા હતા પરંતું વિદ્યાર્થીઓ સ્કૂલે જ નથી આવી રહ્યા. ક્યાંક ને ક્યાંક વાલીઓને હજુ કોરોનાનો ડર સતાવી રહ્યો હોવાથી ઓફલાઈન શિક્ષણમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. કેટલાક વાલીઓ તો બાળકોનું વેક્સિનેશન ન થાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી.

નોંધનયી છે કે, રાજ્ય સરકારે ધોરણ 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપતાં છેલ્લા કેટલાક દિવસોથી સંચાલકો ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવા ઉગ્ર રજૂઆતો કરી હતી. ખાનગી શાળાના સંચાલકોએ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ બુધવારે ઈદની રજાને પગલે ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ ન મળી શકતાં સંચાલકોએ રાજ્ય સરકારને વધુ બે દિવસ આપ્યા હતા. બાદમાં રાજ્ય સરકારે વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી હતી.

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget